શોધખોળ કરો
Advertisement
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ બ્રજેશ ઠાકુર દોષિત જાહેર, 28 જાન્યુઆરીએ કોર્ટ આપશે સજા
જાતીય શોષણના મામલામાં કોર્ટે 20 આરોપીઓમાંથી 19 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટ સજાની જાહેરાત 28 જાન્યુઆરીના રોજ કરશે.
નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલામાં દિલ્હીની સાકેત કોર્ટે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને દોષિત જાહેર કર્યો છે. જાતીય શોષણના મામલામાં કોર્ટે 20 આરોપીઓમાંથી 19 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટ સજાની જાહેરાત 28 જાન્યુઆરીના રોજ કરશે.
બ્રજેશ ઠાકુર પર સગીર બાળકીઓ અને યુવતીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો. દિલ્હીની સાકેત કોર્ટે આ મામલામાં તેને દોષિત ઠેરવ્યો હતો. આ કેસ બિહારના શેલ્ટર હોમમાં સગીર યુવતીઓના જાતીય શોષણ સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર આ મામલાની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે આ કેસ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટમાં સામે આવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે બ્રજેશ ઠાકુરનું નામ સામે આવ્યું હતું જે બિહાર સરકારની નજીક હતો.Muzaffarpur shelter home case: A Delhi Court convicts 19 accused including NGO owner Brajesh Thakur in connection with sexual & physical assault of girls at a shelter home in Bihar's Muzaffarpur district. One accused acquitted. pic.twitter.com/n8ysX2D994
— ANI (@ANI) January 20, 2020
સાકેત કોર્ટે બ્રજેશ ઠાકુર સહિત 20 આરોપીઓ વિરુદ્ધ પોક્સો, બળાત્કાર, ગુનાહિત કાવતરુ જેવી કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. સીબીઆઇએ આ મામલામાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને બનાવ્યો હતો. સીબીઆઇએ કોર્ટમાં દાખલ પોતાની ચાર્જશીટમાં કહ્યું હતું કે જે શેલ્ટર હોમમાં સગીરાઓ સાથે બળાત્કાર થતો હતો જે બ્રજેશ ઠાકુર ચલાવતો હતો. બ્રજેશ ઠાકુર સહિત પાંચને કોર્ટે ગેંગરેપ અને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અન્ય 13ને પોક્સો એક્ટ અને કાવતરુ રચવા માટે દોષિત ઠેરવ્યા છે. જેમાં સાત મહિલાઓ સામેલ છે. રોજી રાનીને પોતાના અધિકારીઓને ઘટનાની જાણકારી નહી આપવા મામલે દોષિત ઠેરવી છે.Bihar's Muzaffarpur shelter home case: The court has listed the matter for argument on quantum of sentence on January 28 https://t.co/pVbhtj1vu6
— ANI (@ANI) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement