મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ
Jan Man Survey on NaMo App: અત્યાર સુધી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર, ઉત્તરપ્રદેશે સૌથી વધુ પ્રતિભાવો એટલે કે 1,41,150 મોકલ્યા છે

Jan Man Survey on NaMo App: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે નમો એપ પર એક ખાસ 'જન મન સર્વે' શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેને લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને લૉન્ચ થયાના માત્ર 26 કલાકમાં દેશભરમાંથી 5 લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સર્વેની માહિતી શેર કરતા, પીએમ મોદીએ લોકોને ભારતની વિકાસ યાત્રા પર પોતાનો અભિપ્રાય આપવા અપીલ કરી. આ સર્વે નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સીધા ભાગ લેવાની તક આપે છે, જેમાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા, શાસન, સાંસ્કૃતિક ગૌરવ, યુવા વિકાસ જેવા ઘણા મહત્વપૂર્ણ વિષયો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે.
અત્યાર સુધી પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર, ઉત્તરપ્રદેશે સૌથી વધુ પ્રતિભાવો એટલે કે 1,41,150 મોકલ્યા છે. આ પછી મહારાષ્ટ્ર 65,775, તમિલનાડુ 62,580, ગુજરાત 43,590 અને હરિયાણા 29,985 પ્રતિભાવો સાથે આવે છે. ખાસ વાત એ છે કે સર્વેમાં સામેલ 77% લોકોએ આખો સર્વે પૂર્ણ કર્યો છે, જે નાગરિકોની ગંભીર ભાગીદારી દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું, "તમારો અભિપ્રાય સૌથી મહત્વપૂર્ણ છે! NaMo એપ પર આ સર્વેમાં ભાગ લો અને અમને જણાવો કે તમે ભારતની 11 વર્ષની વિકાસ યાત્રાને કેવી રીતે જુઓ છો." આ સર્વે કેન્દ્ર સરકારની નીતિઓ અને યોજનાઓ પર સામાન્ય લોકોના અભિપ્રાય જાણવાનો એક મોટો પ્રયાસ છે.
બીજીતરફ, ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આ પ્રસંગે કહ્યું કે આ 11 વર્ષોમાં ભારતમાં સુશાસન, રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન અને ઘણા બોલ્ડ નિર્ણયો જોવા મળ્યા છે. સરકારે આ પ્રસંગે એક ઈ-બુક પણ બહાર પાડી છે, જેમાં છેલ્લા 11 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓની વિગતો આપવામાં આવી છે. નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ પહેલી વાર શપથ લીધા હતા. આ પછી, તેમણે 2019 અને 2024 માં સતત બે વાર વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. 9 જૂન 2024 ના રોજ, તેમણે ત્રીજી વખત વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
Your views matter the most! Take part in this survey on the NaMo App and let us know how you view India’s growth journey over the last 11 years. #11YearsOfSeva https://t.co/HSPUQwa4g1
— Narendra Modi (@narendramodi) June 9, 2025
ટૉપ પરફૉર્મિંગ રાજ્યો -
1. ઉત્તરપ્રદેશ - 1,41,150 પ્રતિભાવો
2. મહારાષ્ટ્ર - 65,775 પ્રતિભાવો
3. તમિલનાડુ - 62,580 પ્રતિભાવો
4. ગુજરાત - 43,590 પ્રતિભાવો
5. હરિયાણા - 29,985 પ્રતિભાવો
જન મન સર્વે: સરકારના કાર્યને જનતા કેવી રીતે જુએ છે
આ ભાવનાઓ સાથે પ્રધાનમંત્રીએ નમો એપ પર શરૂ કરાયેલા જન-મન સર્વે વિશે માહિતી શેર કરી અને લખ્યું કે છેલ્લા 11 વર્ષમાં ઘણા સકારાત્મક ફેરફારો થયા છે અને જીવન જીવવાની સરળતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમણે જનતાને સર્વેમાં ભાગ લેવા હાકલ કરી. આ સર્વેમાં વિવિધ ક્ષેત્રોને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, પહેલો પ્રશ્ન આતંકવાદ સામે ભારતના કડક વલણ સાથે સંબંધિત છે.
સર્વેમાં આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા -
આતંકવાદ સામે લડવામાં છેલ્લા દાયકામાં ભારતની નીતિ કેવી રહી છે?
બીજું, રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો સામે ભારત સરકારના કડક વલણથી તમે નાગરિક તરીકે કેટલું સુરક્ષિત અનુભવો છો?
શું તમે માનો છો કે ભારતનો અવાજ હવે પહેલા કરતાં વધુ વૈશ્વિક સ્તરે સાંભળવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે?
છેલ્લા એક વર્ષમાં તમે ડિજિટલ ઇન્ડિયાના કયા ઉત્પાદન અથવા સેવાનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે?
મહિલાઓ પર કેન્દ્રિત પ્રશ્ન એ છે કે તમારા મતે, મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસની દિશામાં સૌથી મહત્વપૂર્ણ સુધારો કયો છે?
યુવાનો સાથે જોડાવા માટે, પ્રશ્ન એ છે કે સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે શિક્ષણમાં સુધારાએ યુવાનો માટે કેટલી તકો વધારી છે?
વ્યાપાર જગતના લોકો માટે પ્રશ્ન એ છે કે, તમારા મતે, મેક ઇન ઇન્ડિયાનો ઉત્પાદન ક્ષેત્ર પર શું પ્રભાવ પડ્યો છે?
રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિથી પ્રેરિત લોકો માટે પ્રશ્ન એ છે કે, તમે કેવો ગર્વ અનુભવી રહ્યા છો?
જાહેર સમસ્યાઓ સંબંધિત મુદ્દાઓ પર સ્થાનિક અને રાષ્ટ્રીય જનપ્રતિનિધિઓની હાજરી અથવા જવાબદારી અંગે તમારું મૂલ્યાંકન શું છે?





















