શોધખોળ કરો
Advertisement
ચંદ્રયાન-2ને લઈને આવ્યા મોટો સમાચાર, વિક્રમ લેન્ડરને લઈને ફરી.....
નાસાએ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પોતાના લૂનર રિકોનસેંસ ઓર્બિટરની મદદથી 17 સપ્ટેમ્બરે અનેક તસવીર લીધી છે.
નવી દિલ્હીઃ ચંદ્રયાન-2નો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાની સમય મર્યાદા પૂરી થવા જઈ રહી છે. ત્યારે અહેવાલ આવ્યા છે કે નાસાના મૂન ઓર્બિટરે ચંદ્ર પર એ વિસ્તારની તસવીર લીધી છે જ્યાં પહોંચીને ચંદ્રયાન-2 સાથે ભારતનો સંપર્ક તૂટી ગયો હતો.
નાસાના એક વૈજ્ઞાનિકને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાસાએ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પોતાના લૂનર રિકોનસેંસ ઓર્બિટરની મદદથી 17 સપ્ટેમ્બરે અનેક તસવીર લીધી છે. નાસા હાલમાં એ તસવીરનું વિશ્લેષણ કરી રહ્યું છે.
એલઆરઓનાં ડેપ્યૂટી સાયન્ટિસ્ટ જૉન કૈલરે નાસાનું નિવેદન જાહેર કર્યું જેમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ઑર્બિટરનાં કેમેરાએ તસવીર લીધી છે. એક નિવેદનમાં કૈલીરે કહ્યું કે, “LROની ટીમ આ નવી તસવીરોનું વિશ્લેષણ કરશે અને પહેલાની તસવીરો સાથે તેની તુલના કરીને એ જોશે કે શું લેન્ડર જોવા મળી રહ્યું છે.”
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ‘નાસા આ છબિઓનું વિશ્લેષણ, પ્રમાણીકરણ અને સમીક્ષા કરી રહ્યું છે. જે સમયે ચંદ્ર પર સાંજનો સમય હતો ત્યારે નાસાનાં ઑર્બિટરે ત્યાંથી પસાર થઇને તસવીર લીધી હતી, તેનો મતલબ છે કે ઘણો ખરો વિસ્તાર તસવીરમાં કેદ થયો હશે.” ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નાં વિક્રમ મોડ્યૂલનું ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરાવવાની યોજના પ્લાન પ્રમાણે પૂર્ણ નહોતી થઈ શકી. અંતિમ ક્ષણોમાં લેન્ડર સાથે ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો.
નોંધનીય છે કે, ચંદ્ર પર રાતો ઘણી ઠંડી હોય છે, ખાસ કરીને દક્ષિણ ધ્રુવ પર જ્યાં વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી હતી. અહીં રાત દરમિયાન તાપમાન -200 ડિગ્રી સુધી પહોંચી જાય છે. લેન્ડર વિક્રમનાં ઉપકરણો એ રીતે ડિઝાઇન નથી કરવામાં આવ્યા કે તે આટલા ઓછા તાપમાનને સહન કરી શકે. અહીં ઇલેક્ટ્રોનિક ઉપકરણો કામ નહીં કરે અને ખરાબ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion