Nasal Vaccine: ભારતની પહેલી નેજલ વેક્સીન 26 જાન્યુઆરીએ થશે લૉન્ચ, જાણો કઇ કંપનીએ કરી તૈયાર
ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે,
Nasal Covid-19 Vaccine: દેશમાં જ બનેલી પહેલી ઇન્સ્ટ્રાનેજલ કૉવિડ-19 વેક્સીન ‘ઇનકૉવૈક’ને 26 જાન્યુઆરીએ લોકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલાએ આ જાણકારી આપી. આને સ્વદેશી ભારત બાયૉટેકે બનાવી છે. ચીનમાં વધતા કોરોનાના કેર વચ્ચે ભારત સરકાર તરફથી ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી.
ભોપાલમાં આયોજિત ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF)માં સ્ટુડન્ડ્સની સાથે વાતચીત દરમિયાન કૃષ્ણા એલાએ બતાવ્યુ કે, નેજલ વેક્સીન અધિકારિક રીતે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર લૉન્ચ કરવામાં આવશે. ભારત બાયૉટેક તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં એલાન કરવામાં આવ્યુ હતુ કે, આની કિંમત 25 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. વળી, પ્રાઇવેટ વેક્સીન સેન્ટર માટે આની કિંમત 800 રૂપિયા પ્રતિ ડૉઝ હશે.
તાજેતરમાં જ આને લઇને બીજી એક વાત સામે આવી હતી કે નેજલ વેક્સીન તે લોકોને નહીં લગાવવામાં આવે, જેઓ પહેલાથી બૂસ્ટર ડૉઝ લઇ ચૂક્યા છે. આ જાણકારી દેશના વેક્સીન ટાસ્ક ફૉર્સના પ્રમુખ ડૉ.એનકે અરોડાએ આપી હતી. આ એ લોકો માટે છે જેમને હજુ સાવચેતી માટેનો આ ડૉઝ નથી લીધો.
અસરદાર છે નેજલ વેક્સીન -
ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે, આ ત્રણ ફેઝના ટ્રાયલમાં અસરદાર સાબિત થઇ છે. આનાથા પહેલા ભારતના ઔષધિ મહાનિયંત્રક DCGI એ ભારત બાયૉટેકની ઇન્ટ્રા નેઝલ કૉવિડ વેક્સીન (Intranasal Covid vaccine) ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.
કઇ રીતે થાય છે આનો ઉપયોગ ?
નેઝલ વેક્સીનને હાથ પર લેવાના બદલે નાકથી આપવામાં આવશે, જેટલી પણ અત્યાર સુધી શોધ થઇ છે, તેમાં એ વાત સામે આવી છે કે, કોરોના નાકથી શરીરમાં જગ્યા બનાવે છે. આવામાં જો નાકમાં આ વેક્સીનને આપવામાં આવશે તો આ ખુબ અસરદાર સાબિત થશે.
Speaking at the International Science Festival in Bhopal, Dr. Krishna Ella of Bharat Biotech said #iNCOVACC will be launched on Jan 26th, to coincide with India’s Republic Day. https://t.co/H8uHsUSsbu pic.twitter.com/rCne0yBzYd
— Pdr (@Pdr_US) January 21, 2023
First Indian intranasal #Covid19 #Vaccine to be launched on Jan 26..@BharatBiotech will launch its intranasal COVID-19 vaccine iNCOVACC..It would sell the intranasal vaccine for Rs 325 per shot for procurement by the government and Rs 800 per shot for private vaccination centres.
— Ramesh Tiwari (@RameshtJourno) January 22, 2023