(Source: ECI/ABP News/ABP Majha)
નેઝલ વેક્સિન હાલની કોવિડ-19ની વેક્સિનથી કઇ રીતે છે અલગ, જાણો વાયરસ સામે કેવી રીતે આપશે રક્ષણ
Nasal Vaccine: નેઝલ વેક્સિન નાકથી આપવામાં આવે છે. કોરોના વાયરસના વેરિયન્ટ વિરૂદ્ધ નેઝલ સ્પ્રે મજબૂત સુરક્ષા ઉપલબ્ધ કરાવવા સક્ષમ બની શકે છે. નેઝલ સ્પ્રેની સફળતા ભારતની રસીકરણ અભિયાનને તેજ અને સરળ કરી શકે છે.
Nasal Vaccine: નેઝલ વેક્સિન નાકથી આપવામાં આવે છે. કોરોના વાયરસના વેરિયન્ટ વિરૂદ્ધ નેઝલ સ્પ્રે મજબૂત સુરક્ષા ઉપલબ્ધ કરાવવા સક્ષમ બની શકે છે. નેઝલ સ્પ્રેની સફળતા ભારતની રસીકરણ અભિયાનને તેજ અને સરળ કરી શકે છે.
ભારતમાં કોરોના સંક્રમણના મામલા સતત ઓછા થઇ રહ્યાં છે અને હવે તંત્રે લોકોને ઝડપથી વેક્સિનેટ કરવા માટે કવાયત તેજ કરી દીધી છે. વેક્સિનેશન માટે મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન અને ઓછામાં ઓછા તેને ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસ થઇ રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, નેઝલ સ્પ્રે પર રિસર્ચ ચાલું છે. જો સફળતા મળી તો ભારતમાં બહુ જલ્દી નેઝલ વેક્સિનનેશન પણ શરૂ થશે.
શું છે નેઝલ વેક્સિન?
હાથના બદલે નેઝલ વેક્સિન નાકમાં આપવામાં આવે છે. તેમનું લક્ષ્ય સીધું જ ડોઝને સીધો જ શ્વાસના રસ્તાને પહોંચાડાનો હોય છે. ગત વર્ષે વૈજ્ઞાનિકોએ કોવિડ-19 વિરૂદ્ધ વેક્સિન શોધાઇ હતી. નેઝલ વેક્સિનનો ડોઝ નાકમાં દેવાઇ છે. આ વેક્સિન ઉંદરમાં સંક્રમણ રોકવા માટે અસરકારક રહી હતી. સેલ પ્રકાશિત રિસર્ચમાં જાણવા મળ્યું કે, નાક દ્રારા
ડિલીવરી સંક્રમણની શરૂઆતી જગ્યાને નિશાન બનાવે છે અને વધુ ઇમ્યુન રિસ્સોપન્સનું કારણ બને છે. થોડા દિવસ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે, ભારતમાં નેઝલ વેક્સિન બનાવવા માટે પરીક્ષણ ચાલું છે અને તે બાળકો માટે ગેઇમ ચેન્જર થઇ શકે છે. ભારત બાયોટેકની વિકસિત ઇન્ટ્રાનાસલ વેક્સિન BBV154 પહેલા જ પ્રી ક્લિનિકલ ટ્રાયલના ચરણમાં છે.
નેઝલ વેક્સિનના ફાયદા
આ વેક્સિનના ડોઝ લેવા માટે સોઇની જરૂરત નથી હોતી અને તેને આપવા માટે હેલ્થ વર્કરની આવશ્યકતા પણ નથી મળતી. વૈજ્ઞાનિકોના મત મુજબ ઇન્ટ્રાનાસલ વેક્સિનનો મહત્વનો ફાયદો એ છે કે, તે વાયરસના દાખલ થવાની જગ્યાએ નાકમાં ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે. તેના કારણે વાયરસ અને ટ્રાન્સમિશન વિરૂદ્ધ સુરક્ષા મળે છે. જો કોરોના વાયરસને તેની દાખલ થવાની જગ્યાએ જ માત આપવામાં આવે તો તે લંગ્સ સુધી ધુસવામાં સક્ષમ નથી થતો.
ભારત બાયોટેક નૈઝલ વેક્સિન
વર્તમાન સમયમાં ભારત બાયોટેકની નૈઝલ વેક્સિન માનવ પરીક્ષણના પહેલા ચરણમાં છે. કંપનીનો દાવો છે કે, આ નૈઝલ વેક્સિન સંક્રમણ અને કોવિડ -19 બંનેને રોકવામાં મદદ કરે છે. રિપોર્ટ મુજબ બાયોટેકને આશા છે કે, વર્ષના અંતે નેઝલ વેક્સિનના 10 કરોડ ડોઝ સામે આવી શકે છે.