શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી, શાહ કે ડોવાલ નહીં પણ આ અધિકારી છે ‘મિશન કાશ્મીર’નાં માસ્ટરમાઈન્ડ! જાણો વિગતે
મિશન કાશ્મીરનું સમગ્ર કામ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવ્યું હતુ, જેઓ કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે મળીને પોતાની કોર ટીમ સાથે કાયદાની અસરની સમીક્ષા કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા અને તેને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં પીએમ મોદીના આ વિશ્વાસપાત્ર ઓફિસરની મહત્ત્વની ભૂમિકા છે. જમ્મ કાશ્મીરને કેન્દ્ર સાસિત રાજ્ય બનાવવાની પટકથા એક વર્ષ પહેલા જ લખવામાં આવી હતી. મિશનની શરૂઆત ગત જૂનનાં ત્રીજા અઠવાડિયામાં જ થઈ ગઈ હતી, જ્યારે તેમણે 1987 બેચનાં છત્તીસગઢ કેડરનાં આઈએએસ અધિકારી બીવીઆર સુબ્રમણ્યમને જમ્મુ-કાશ્મીરનાં નવા મુખ્ય સચિવ બનાવ્યા. સુબ્રમણ્યમે પીએમઓમાં સંયુક્ત સચિવ તરીકે પ્રધાનમંત્રી સાથે પહેલા પણ કામ કર્યું હતુ. તેઓ મોદીનાં મિશન કાશ્મીરનાં મુખ્ય અધિકારીમાંથી એક હતા.
મિશન કાશ્મીરનું સમગ્ર કામ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવ્યું હતુ, જેઓ કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે મળીને પોતાની કોર ટીમ સાથે કાયદાની અસરની સમીક્ષા કરી રહ્યા હતા જેમાં કાયદા અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્તવ, કાયદાના અધિક સચિવ (ગૃહ મંત્રાલય) આર.એસ.વર્મા, અટૉર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને કાશ્મીર ખંડની તેમની પસંદ કરાયેલી ટીમ હતી.
જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ સુબ્રમણ્મય જે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલયનાં સાથે સંપર્કમાં હતા, તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર ઘણા સુરક્ષા પગલાઓ ઉઠવવાનો પ્લાન તૈયાર કર્યો, જેમાં પોલીસ, અર્ધસૈનિક દળો અને પ્રશાસનનાં પ્રમુખ અધિકારીઓ દ્વારા સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવા, સંવેદનશીલ શહેરી અને ગ્રામણી વિસ્તારોમાં ક્યૂઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ)ને તૈનાત કરવા, તથા સેના દ્વારા નિયંત્રણ રેખા પર સતર્કતા વધારવાનાં પગલા ઉઠાવ્યા.
4 ઑગષ્ટની મહત્વપૂર્ણ રાતનાં મુખ્ય સચિવે પોલીસ મહાનિર્દેશક (જમ્મુ અને કાશ્મીર) દિલબાગ સિંહને ઘણા અસરકારક પગલા ઉઠાવવાનો આદેશ આપ્યો, જેમાં પ્રમુખ નેતાઓની ધરપકડ, મોબાઈલ અને લેન્ડલાઇન સેવાઓ બંધ કરાવવી, 144ની કલમ લાગુ કરવી તથા ઘાટીમાં કર્ફ્યૂ દરમિયાન સુરક્ષા દળોનું પેટ્રોલિંગ વધારવું સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement