National Civil Services Day: સિવિલ સર્વિસ ડે પર વડાપ્રધાન મોદીએ કહ્યુ- બ્યૂરોક્રેસી મજબૂત હોવી જોઇએ
વિકસિત ભારત માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે આધુનિક બાંધકામ પૂરતું મર્યાદિત નથી
National Civil Services Day: આજે દેશમાં નેશનલ સિવિલ સર્વિસિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પીએમ મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સિવિલ સેવકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ સનદી અધિકારીઓને સંબોધતા કહ્યું, દેશમાં આઝાદીના અમૃતકાલનો દિવસ ચાલી રહ્યો છે, માત્ર હું જ નહીં, આખી દુનિયા કહી રહી છે કે ભારતનો સમય આવી ગયો છે. અમે આવા સમયમાં બ્યૂરોક્રેસીને મજબૂત કરવા માંગીએ છીએ.
India number one in digital payments, rural economy is transforming: PM Modi on Civil Services Day
— ANI Digital (@ani_digital) April 21, 2023
Read @ANI Story | https://t.co/jm8EoocX4S#PMModi #NarendraModi #CivilServicesDay #India pic.twitter.com/xqNBBXVham
પીએમ મોદીએ કહ્યું હતું કે આ વર્ષનો 'સિવિલ સર્વિસ ડે' ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તે સમય છે જ્યારે દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, દેશે આગામી 25 વર્ષના વિશાળ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઝડપી પગલા ભરવાનું શરૂ કર્યું છે.
#WATCH | "It was due to the previous system that there were over 4 cr fake gas connections, 4cr fake ration cards, minority ministry was giving scholarship benefits to 30 lakh fake youths...": PM Modi addresses civil servants on Civil Services Day pic.twitter.com/HIHPwsBZdJ
— ANI (@ANI) April 21, 2023
'તમે ખૂબ નસીબદાર છો'
હું આજે ભારતના દરેક સિવિલ સર્વિસ ઓફિસરને આ કહીશ કે તમે ખૂબ નસીબદાર છો. તમને આ સમયગાળામાં દેશની સેવા કરવાની તક મળી છે. અમારી પાસે સમય ઓછો છે પણ અમારી પાસે ઘણી ક્ષમતા છે, અમારા લક્ષ્યો અઘરા છે પણ અમારી હિંમત ઓછી નથી. અમારે પર્વત જેટલી ઉંચાઇ ભલે ચઢવી પડે પરંતુ ઇરાદા આકાશથી પણ વધુ ઉંચા છે.
Delhi | India is number one in digital payments. India is one of the countries where mobile data is the cheapest. Today, the country's rural economy is transforming: PM Modi addresses civil servants on Civil Services Day pic.twitter.com/LswYUjAIDe
— ANI (@ANI) April 21, 2023
'દુનિયાએ કહ્યું ભારતનો સમય આવી ગયો છે'
છેલ્લા 9 વર્ષમાં જો દેશના ગરીબોને પણ સુશાસનનો વિશ્વાસ મળ્યો છે તો આમાં તમારી મહેનત પણ છે. જો છેલ્લા 9 વર્ષમાં ભારતના વિકાસને નવી ગતિ મળી છે, તો આ પણ તમારી ભાગીદારી વિના શક્ય ન હતું. કોરોના સંકટ છતાં આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
ભારતની સરકારી વ્યવસ્થાને દરેક દેશવાસી ટેકો આપે
વિકસિત ભારત માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે આધુનિક બાંધકામ પૂરતું મર્યાદિત નથી. વિકસિત ભારત માટે એ જરૂરી છે કે ભારતનું સરકારી તંત્ર દરેક દેશવાસીની આકાંક્ષાઓને સમર્થન આપે. વિકસિત ભારત માટે જરૂરી છે કે ભારતનો દરેક સરકારી કર્મચારી દેશવાસીઓને તેમના સપના સાકાર કરવામાં મદદ કરે. વિકસિત ભારત માટે છેલ્લા દાયકાઓમાં ભારતમાં પ્રણાલી સાથે જોડાયેલી નકારાત્મકતાને હકારાત્મકતામાં બદલવી જરૂરી છે. અમારી યોજનાઓ ગમે તેટલી સારી હોય, જો લાસ્ટ માઈલ ડિલિવરી યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થશે નહીં.