શોધખોળ કરો
નવજોત સિંહ સિદ્ધુના કપિલના શોમાં રહેવા અંગે કરાઈ મહત્વની જાહેરાત, જાણો શું છે

મુંબઈ: મશહૂર કૉમડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ ને લઈને એક સારી ખબર સામે આવી છે. કિક્રેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિધ્ધુ કપિલ શર્માનો શો નથી છોડવાના. આ પહેલા એવી ખબરો સામે આવી હતી કે નવજોત સિંહ સિધ્ધુ પંજાબમાં ચુંટણીની ધ્યાનમાં રાખી શો છોડી દેવાના છે. કપિલ શર્માના શો ની ક્રિએટિવ હેડ પ્રીતિ સિમોજે ટ્વીટર પર આને અફવાહ ગણાવતા લખ્યું કે સિધ્ધુ દ્વારા સોની ટીવીને શો છોડવાને લઈને કોઈ નોટીસ આપવામાં નથી આવી. જેથી સિધ્ધુના શો છોડવાને લઈને ચાલતી અફવાઓ ખોટી છે.
વધુ વાંચો





















