શોધખોળ કરો

Maharashtra Political Crisis: NCPના આ દિગ્ગજ નેતાને સોંપાઈ નેતા વિપક્ષની જવાબદારી, જાણો તેના વિશે

અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ રવિવારે પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા.

Maharashtra News: અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ રવિવારે પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા.

જિતેંદ્ર અવ્હાડ પવારનું સ્થાન લેશે

થાણે જિલ્લાના મુંબ્રા-કલવાના ધારાસભ્ય અવ્હાડે જણાવ્યું હતું કે NCP મહારાષ્ટ્રના પ્રમુખ જયંત પાટીલે તેમને પાર્ટીના મુખ્ય દંડક અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. અવ્હાડ અજિત પવારનું સ્થાન લેશે, જેઓ અત્યાર સુધી વિપક્ષના નેતા હતા. NCPમાં બગાવત બાદ  પક્ષપલટા અને ગેરલાયકાતના પાસાઓને ધ્યાનમાં રાખીને અવ્હાડે કહ્યું, તમામ ધારાસભ્યોએ મારા વ્હીપનું પાલન કરવું પડશે. 

એનસીપીના કેટલાક નેતાઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) તપાસ અને  પક્ષપલટામાં તેમની ભૂમિકા વિશે પૂછવામાં આવતા  અવ્હાડે કહ્યું, હું આ નેતાઓના રાજ્ય સરકારમાં જોડાવા પાછળ મને કોઈ અન્ય નિર્ણય  હોય તેવું લાગતું નથી. આવું કરવાની કોઈ જરૂર નહોતી. અવ્હાડે કહ્યું, 'આ નેતાઓએ એ ન ભૂલવું જોઈએ કે પાર્ટીએ તેમને છેલ્લા 25 વર્ષમાં મંત્રી બનાવ્યા છે. હવે તેઓ તેમના નેતા (83 વર્ષીય શરદ પવાર)ને છોડી રહ્યા છે. 

શરદ પવારે ફરી એકવાર હુંકાર ભર્યો

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર દિગ્ગજ નેતા અને પોતાના સગા કાકા શરદ પવારને થાપ આપીને સંખ્યાબંધ ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે ડેપ્યુટી સીએમ પદના શપથ પણ લઈ લીધા છે. આ સાથે તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો પણ છે અને હજી આ આંકડો વધી શકે છે. પરંતુ શરદ પવારે ફરી એકવાર હુંકાર ભર્યો છે. શરદ પવારે પુણેમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આવો બળવો અગાઉ પણ થયો છે. પણ હું પાર્ટીને ફરી એકવાર બનાવીને બતાવી દઈશ.

અગાઉ અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમને રાષ્ટ્રવાદી કોંગ્રેસના તમામ લોકોના આશીર્વાદ મળ્યા છે. દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં આવે છે. તમામ ધારાસભ્યો તેમની સાથે છે. બધાનો અર્થ એટલે કે બધા જ સાથે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ખૂબ સારી રીતે આગળ લઈ જઈશું. અમે અલગ-અલગ વિસ્તારોમાં પાર્ટી કાર્યકર્તાઓને પણ મળીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Fire : માર્કેટમાં ભભૂકતી આગ વચ્ચે ગેરકાયદે દુકાનો વિશે પૂછતા પ્રમુખ ભાગ્યાPrayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોતDakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલShare Market Down: શુક્રવારે સેન્સેક્સમાં 1414 પોઇન્ટનો કડાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ  
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Embed widget