(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra News: NCP ચીફ શરદ પવારની તબિયત લથડી, મુંબઇની આ હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવારની અચાનક તબિયત લથડી હતી
Maharashtra Latest News: મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવારની અચાનક તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને મુંબઈ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. NCP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, NCP વડા શરદ પવાર 4 અને 5 તારીખે શિરડીમાં યોજાનાર પાર્ટીના સંમેલનમાં હાજર રહેશે.
Nationalist Congress Party (NCP) chief Sharad Pawar admitted to Breach Candy Hospital in Mumbai after his health deteriorated. He is likely to be discharged on November 2. After that, he will participate in party's camps that will be held in Shirdi on Nov 4-5: NCP
— ANI (@ANI) October 31, 2022
(File photo) pic.twitter.com/ka4jtyXf7g
એનસીપીએ આ માહિતી આપી એનસીપી અનુસાર, શરદ પવારને 2 નવેમ્બરના રોજ રજા આપવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પાર્ટીના રાજ્ય મહાસચિવ શિવાજીરાવ દ્વારા એક સત્તાવાર પત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોએ હોસ્પિટલની બહાર એકઠા ન થવું જોઈએ. એનસીપીએ એમ પણ કહ્યું કે શરદ પવાર 4-5 નવેમ્બરે શિરડીમાં યોજાનારી પાર્ટીની શિબિરમાં પણ ભાગ લેશે. NCP દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, NCP વડા શરદ પવાર 4 અને 5 તારીખે શિરડીમાં યોજાનાર પાર્ટીના સંમેલનમાં હાજર રહેશે.
राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष आदरणीय शरद पवार साहेब यांची प्रकृती ठीक नसल्यामुळे पुढील तीन दिवस पवार साहेबांना मुंबईतील ब्रीज कॅन्डी रुग्णालयात उपचारासाठी दाखल करण्यात येणार आहे. #NCP pic.twitter.com/YpjqjcFw1E
— NCP (@NCPspeaks) October 31, 2022
પાર્ટીએ કહ્યું- NCP ચીફ પણ 'ભારત જોડો યાત્રા'માં ભાગ લેશે NCP ચીફ શરદ પવાર પણ 8 નવેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'માં હાજરી આપશે. જે નાંદેડ થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે પવારે દેશવ્યાપી કૂચનો ભાગ બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. પટોલેએ કહ્યું કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની હાજરીની પુષ્ટિ થવાની બાકી છે.