NCP પ્રમુખ શરદ પવારની તબયિત લથડતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
શરદ પવારની તબીયત વિશે માહિતી આપતા નવાબ મલિકે જણાવ્યું કે, તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના ગાલબ્લેડરમાં કેટલીક તકલીફ છે.
હોળીના અવસરે જ મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે પાર્ટી પ્રમુખ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુખાવાના કારણે તેમને ભારે અસહજતા અનુભવાઈ રહી હતી અને તપાસમાં તેમના ગોલબ્લેડરમાં સમસ્યા હોવાનું સામે આવ્યું હતું.
NCP પ્રમુખ શરદ પવારની તબીયત વિશે માહિતી આપતા નવાબ મલિકે જણાવ્યું કે, તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના ગાલબ્લેડરમાં કેટલીક તકલીફ છે. તેઓએ જણાવ્યું કે શરદ પવાર લોહી પતળું કરવાની દવા લઈ રહ્યા હતા પરંતુ આ તકલીફ ઊભી થતાં તેઓએ દવા બંધ કરી દીધી છે. તેઓને હવે 31 માર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે જ્યાં તેમની એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે.
He (Sharad Pawar) is on blood-thinning medication which is now being stopped due to this issue. He will be admitted to hospital on March 31 & an endoscopy & surgery will be conducted. All his programmes stand cancelled until further notice: NCP leader Nawab Malik
— ANI (@ANI) March 29, 2021
એનસીપી નેતા નવાબ મલિક અનુસાર હોસ્પિટલમાં શરદ પવારની ર્જી પણ થશે. તેમણે કહ્યું કે, સર્જરીને કારણે પવારે પોતાના કેટલાક જાહેર કાર્યક્રમોને થોડા દિવસ માટે રદ્દ કરી દીધા છે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, જાણો ક્યા નવા વિસ્તાર ઉમેરાયા
રાજ્યના આ શહેરમાં આજે ધૂળેટીના ઉજવણી કરી તો કપાઈ જશે પાણી-ગટરના કનેક્શન
કોરોના અપડેટઃ દેશમાં આજે કોરોનાના 68 હજારથી વધારે નવા કેસ, 24 કલાકમાં 291 લોકોના મોત