શોધખોળ કરો

NCP Crisis : સુપ્રિયા સુલેને અચાનક કેમ આવી અમિતાભ અને રતન ટાટાની યાદ?

પ્રિયા સુલેએ ભાજપને દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. અજિત પવારના વય-સંબંધિત કટાક્ષ પર કટાક્ષ કરતા તેમણે પિતા શરદ પવારની સરખામણી રતન ટાટા અને અમિતાભ બચ્ચન સાથે કરી હતી.

Supriya Sule Reaction : NCP નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પિતરાઈ ભાઈ અજિત પવારના બળવા પર જોરદાર પ્રહારો કર્યા છે. સુપ્રિયા સુલેએ ભાજપને દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. અજિત પવારના વય-સંબંધિત કટાક્ષ પર કટાક્ષ કરતા તેમણે પિતા શરદ પવારની સરખામણી રતન ટાટા અને અમિતાભ બચ્ચન સાથે કરી હતી. 

અજિત પવારને ચેતવણી આપતાં સુપ્રિયા સુલેએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ગમે તેટલું અપમાન કરો પણ મારા પિતા પર ના જતા. સુપ્રિયાના આ નિવેદન બાદ તેમને શરદ પવારના સાચા ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, મોદી જ હતા જેમણે આરોપ લગાવ્યો હતો કે, NCPનો અર્થ 'નેચરલી કરપ્ટ પાર્ટી' છે. હવે એ જ ભાજપના નેતા - જેમણે મોટાભાગે 'ના ખાઉંગા, ના ખાઉંગા'નો દાવો કર્યો હતો, તેણે અજિત પવારની નેચરલી કરપ્ટ પાર્ટી (ફેક્ટ) સાથે હાથ મિલાવ્યા છે અને તેના તમામ ભ્રષ્ટાચારને ગળી ગયો છે.

સુપ્રિયાએ અચાનક કેમ લીધું અમિતાભ અને રતન ટાટાનું નામ? 

અજિત પવારના કાકા શરદ પવારને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને 'હવે ઘરે બેસો' કહેવા માટે પ્રહાર કરતા સુપ્રિયાએ અમિતાભ બચ્ચનથી લઈને રતન ટાટાને ટાંક્યા હતાં. તેમણે તેમની વાત સાબિત કરવા માટે 85 વર્ષના ઉદ્યોગપતિ રતન ટાટા, 82 વર્ષના અમિતાભ બચ્ચન કે જેઓ હજુ પણ સૌથી વધુ રેટિંગ ધરાવતા સુપરસ્ટાર છે અને જમ્મુ અને કાશ્મીરના 85 વર્ષીય ફારુક અબ્દુલ્લાનું નામના ઉદાહરણ આપ્યા હતાં. 

સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, ફારૂક અબ્દુલ્લા શરદ પવાર કરતા ત્રણ વર્ષ મોટા છે. તો રતન ટાટા શરદ પવાર કરતા ચાર વર્ષ મોટા છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, શરદને કહો કે લડી લે. અમિતાભ બચ્ચન 82 વર્ષના છે અને હજુ પણ કાર્યરત છે. સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, હું મારા પિતાની પડખે ઊભી રહીશ, મારી નજરમાં ઉંમર માત્ર એક નંબર છે, શરદ પવાર અને અમે ફરી મહેનત કરીશું.'

સુલેએ જાહેર કર્યું હતું કે ગમે તે થાય, એનસીપીનું નામ અને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ' શરદ પવાર દ્વારા સ્થાપિત અને વિકસિત પેરેન્ટ પાર્ટી પાસે જ રહેશે. તેની લાલચ રાખનારા તમામને તેમની જગ્યા બતાવી દેવામાં આવી દેવાશી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીએ ભૂતકાળમાં ઘણી લડાઈઓ લડી છે અને વર્તમાનમાં આંતરિક વાવાઝોડાનો પણ સામનો કરશે. જેથી કરીને તે મજબૂત, એક થઈને ઉભરી આવે અને નવા જોશ સાથે આગળ વધે.

સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, 'મને યાદ છે કે વર્ષ 2019માં શરદ પવારે આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કરીને 54 બેઠકો જીતી હતી. શરદ પવાર એનસીપીનો સૌથી વિશ્વાસુ ચહેરો છે. ના ખાઈશ ને ના ખવા દઈશ... પણ હવે હું તમને બતાવીશ, મહારાષ્ટ્રમાં હવે કંઈ જ ખાવા નહીં દઉં. સિલિન્ડરની કિંમત શું છે? હું તમામ કાર્યકરોને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપે રસ્તા પર આવવા વિનંતી કરું છું.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs CSK Live Score: રાજસ્થાને ચેન્નાઈને પહેલો ઝટકો આપ્યો, રચિન રવિન્દ્ર શૂન્ય પર આઉટ
RR vs CSK Live Score: રાજસ્થાને ચેન્નાઈને પહેલો ઝટકો આપ્યો, રચિન રવિન્દ્ર શૂન્ય પર આઉટ
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલRajkot Accident CCTV Footage : રાજકોટમાં રફતારના કહેરના હચમચાવી નાખતા CCTV દ્રશ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs CSK Live Score: રાજસ્થાને ચેન્નાઈને પહેલો ઝટકો આપ્યો, રચિન રવિન્દ્ર શૂન્ય પર આઉટ
RR vs CSK Live Score: રાજસ્થાને ચેન્નાઈને પહેલો ઝટકો આપ્યો, રચિન રવિન્દ્ર શૂન્ય પર આઉટ
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
Embed widget