શોધખોળ કરો
Advertisement
NCPના દિલીપ વાલ્સે પાટિલને બનાવાયા મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર
દિલીપ વાલ્સે પાટિલની અધ્યક્ષતામાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ છે. સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 145 છે.
મુંબઈ: શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. એનસીપીના ધારાસભ્ય દિલીપ વાલ્સે પાટિલને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. કેબિનેટની ભલમાણ બાદ તેમની નિમણૂંક કરવામાં આવી છે. શનિવારે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થવાનું છે. દિલીપ વાલ્સે પાટિલની અધ્યક્ષતામાં ફ્લોર ટેસ્ટ થશે. સૂત્રો અનુસાર, ભાજપ તરફથી કાલે ફડણવીસને વિપક્ષ નેતા બનાવવામાં આવી શકે છે.
સૂત્રો અનુસાર, એનસીપી, શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરના નામ પર હજુ કરી નિર્ણય લેવાયો નથી. આ ફસાયેલા પેંચ વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તાની વહેચણીનો નવો ફોર્મ્યૂલા સામે આવ્યો છે. સૂત્રો અનુસાર, કૉંગ્રેસ અને એનસીપી બન્ને પાર્ટીના ડેપ્યુટી સીએમ હશે. જ્યારે સ્પીકરનું પદ એનસીપીના ખાતામાં જશે. એવી પણ ચર્ચા છે કે ડેપ્યૂટી સ્પીકરનું પદ કૉંગ્રેસને આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના 19માં મુખ્યમંત્રી તરીકે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે ગુરુવારે ઐતિહાસિક શિવાજી પાર્કમાં શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરે સાથે 6 નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion