શોધખોળ કરો
Advertisement
NCRના રિયલ એસ્ટેટ ગ્રુપ પર ITના દરોડા, 3000 કરોડની બ્લેકમનીનો ખુલાસો
સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે આ વાત જણાવી હતી.
નવી દિલ્હીઃ એનસીઆરના એક રિયલ એસ્ટેટ ગ્રુપના ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુ બ્લેકમનીની વાત કબૂલી છે. આઇટી વિભાગના દરોડા દરમિયાન આ વાત સામે આવી છે. સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે આ વાત જણાવી હતી.
જોકે, સીબીડીટીએ પોતાના નિવેદનમાં ગ્રુપના નામનો ખુલાસો કર્યો નહોતો. ત્યારે સતાવાર સૂત્રોએ દાવો કર્યો હતો કે આ એરિએન્ટલ ઇન્ડિયા ગ્રુપ છે. સતાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા સપ્તાહમાં ગ્રુપના 25 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં સક્રીય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેશ લેઝરમાં લગભગ 250 કરોડ રૂપિયાની બ્લેકમનીની જાણકારી મળી છે. જેને જપ્ત કરી લેવાઇ છે. આ ગ્રુપે અનેક પ્રોપર્ટી ટ્રાજેક્શન પર પણ ટેક્સ આપ્યો નથી. લગભગ 3.75 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી છે. આ ગ્રુપે લગભગ 3000 કરોડ રૂપિયાની બ્લેકમની હોવાની વાત સામે આવી છે. સાથે જ એ રકમ પર ટેક્સ આપવાની વાત કરી છે. દરોડા બાદ આ ગ્રુપના 32 બેન્ક લોકર પર સીલ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement