Uttarkashi Tunnel Rescue: થોડીવારમાં આવશે ગૂડ ન્યૂઝ, 41 મજૂરોને બહાર કાઢવા સ્ટ્રેચર અને દોરડા લઈને ટનલમાં પહોંચી NDRFની ટીમ
Uttarakhand Tunnel Collapse Rescue: ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પીએમ અને સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ બચાવ કાર્ય સાથે જોડાયેલી દરેક માહિતી લઈ રહ્યા છે.
Uttarakhand Tunnel Collapse Rescue: ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પીએમ અને સીએમ સહિત ઉચ્ચ અધિકારીઓ બચાવ કાર્ય સાથે જોડાયેલી દરેક માહિતી લઈ રહ્યા છે. ઉત્તરાખંડના સિલ્ક્યારામાં ટનલની અંદર ફસાયેલા મજૂરો આજે રાત્રે જ બહાર આવી શકે છે. આજે સાંજથી જ સુરંગની બહાર હિલચાલ તેજ થઈ ગઈ છે.
Uttarkashi: NDRF personnel enter Silkyara tunnel as rescue operations intensifies, 30 ambulances arranged at spot
Read @ANI Story | https://t.co/RByCDmerJQ#UttarkashiTunnelCollapse #NDRF pic.twitter.com/iJTfWrg5rf— ANI Digital (@ani_digital) November 22, 2023
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચી ગયા છે
ઉત્તરકાશીમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેસ્ક્યુ ટીમ 41 લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સીઓએ કહ્યું છે કે આજ રાત સુધીમાં સુરંગમાંથી મોટા સમાચાર આવી શકે છે. એનડીઆરએફની 21 સભ્યોની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ટનલમાં પ્રવેશી છે. આ સાથે તેમની પાસે સ્ટ્રેચર પણ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચી ગયા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ હાજર છે. ચિન્યાલી સૌદ હોસ્પિટલમાં તબીબોની અવરજવર ચાલુ થઈ ગઈ છે.
પીએમ મોદીએ સવારે સીએમ ધામી સાથે વાત કરી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે ફરી એકવાર મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે વાત કરીને બચાવ કામગીરીની માહિતી મેળવી હતી. નવી પાઇપલાઇન દ્વારા મોકલવામાં આવેલા એન્ડોસ્કોપિક કેમેરાની મદદથી મંગળવારે વહેલી સવારે ફસાયેલા કામદારોના પ્રથમ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા.
એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી
ટનલની બહાર આવેલી 41 બેડની અસ્થાયી હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ટનલની બહાર સ્ટેન્ડબાય મોડમાં એમ્બ્યુલન્સ પણ તૈયાર છે.
ડ્રિલિંગનું કામ પણ અંતિમ તબક્કામાં છે
ટનલમાં ડ્રિલિંગનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ઓગર મશીન વડે લગભગ 44-45 મીટર સુધી ડ્રિલિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે માત્ર 12 મીટર જેટલું ડ્રિલિંગ બાકી છે.
NDRFના જવાનો મજૂરોને બહાર કાઢશે
માત્ર NDRFના જવાનો જ સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢશે. ટનલની બહાર પ્રાથમિક સારવાર માટેની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે. ટનલની બહાર આવેલી હંગામી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial