શોધખોળ કરો
Advertisement
NEET, JEE Main Exam 2020: NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બર સુધી સ્થગિત, 1 થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે JEE Main
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, “વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખી JEE અને NEETની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: મેડિકલ અને એન્જીનિયિરની પ્રવેશ પરીક્ષા NEET અને JEE સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધવાના કારણે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, “વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખી JEE અને NEETની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. JEE મેન્સ પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બર સુધીમાં યોજાશે, જ્યારે JEE એડવાન્સ પરીક્ષા 27 સપ્ટેમ્બરના રોજ યોજાશે. NEEની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવાશે. ”
આ પહેલા મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ 26 જુલાઈ, JEE મેન્સ 18 થી 23 જુલાઈએ યોજાવાની હતી અને JEE એડવાન્સ 23 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. ઉલ્લેખનીય છે કે, NEET માટે 15 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે, જ્યારે JEE મેન્સ માટે લગભગ 9 લાખ ઉમેદવારો હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion