શોધખોળ કરો
Advertisement
તણાવ વચ્ચે નેપાળના વડાપ્રધાને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, કોરોના સામે લડવામાં એકજૂટતા પર આપ્યો જોર
વિદેશ મંત્રાલએ જણાવ્યું કે, ટેલીફોનિક વાતચીત દરમિયાન બન્ને દેશોમાં કોરના વાયરસ મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોના સંદર્ભમાં પરસ્પર એકજૂટતા વ્યક્ત કરી છે.
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના પર્વ પર નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. ઓલીએ પીએમ મોદીને 74માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી હતી. તેની સાથે તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતની હાલની ચૂંટણી માટે પણ શુભેચ્છા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત અને નેપાળ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. નેપાળે મેમાં નવો રાજકીય નક્શો જાહેર કર્યો હતો. તેમાં ભારતના વિસ્તારને પોતાના દેશમાં સામેલ કરી લીધો હતો. નેપાળના આ નિર્ણયથી બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
વિદેશ મંત્રાલએ જણાવ્યું કે, ટેલીફોનિક વાતચીત દરમિયાન બન્ને દેશોમાં કોરના વાયરસ મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોના સંદર્ભમાં પરસ્પર એકજૂટતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ આ મામલે નેપાળને ભારતનો નિરંતર સમર્થનની રજૂઆત કરી.
ભારતીય રાજદૂત વિજય મોહન ક્વાત્રા અને નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બેરાગી 17 ઓગસ્ટના રોજ દ્વિપક્ષયી ચર્ચા કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement