શોધખોળ કરો
Advertisement
ભારતમાં નવા કોરોનાની એન્ટ્રી, 8 કેસ નોંધાયા, 2 વર્ષની બાળકી આવી ઝપેટમાં
25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં 33,000થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ્સ પર આવ્યા હતા.
ભારતમાં આખરે કોરોના વાઈરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા આઠ લોકો કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાની આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. આ તમામ લોકોને સંબંધિત રાજ્યોના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
મેરઠમાં 2 વર્ષની બાળકી કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ઝપેટમાં આવી છે. જ્યારે કર્ણાટક-આંધ્ર પ્રદેશમાં 3-3 અને તમિલનાડુમાં યુકેથી આવેલી એક વ્યક્તિમાં નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા છે.
મહત્વનું છે કે અત્યાર સુધી, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ મળી આવ્યા છે. કેંદ્ર સરકાર બ્રિટનથી આવતી જતી ફ્લાઈટ પર પ્રતિબંધ હજુ પણ લંબાવી શકે છે.
બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા પછી સરકારે 23મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં 33,000થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ્સ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement