શોધખોળ કરો

New Parliament Building: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું, કહ્યું, રાજ્યભિષેક પૂર્ણ થયો- અહંકારી રાજા....

New Parliament Building: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે (28 મે, 2023) નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસદના ઉદ્ઘાટન બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે.

New Parliament Building: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે (28 મે, 2023) નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસદના ઉદ્ઘાટન બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે. એક ટ્વિટમાં પૂર્વ સાંસદ રાહુલે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું, "રાજ્યભિષેક પૂર્ણ થયો  - 'અહંકારી રાજા' રસ્તાઓ પર જનતાના અવાજને કચડી રહ્યા છે." નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને વિપક્ષ અને ભાજપ સરકાર વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સામસામે ટક્કર ચાલી રહી છે. વાસ્તવમાં વિપક્ષ ઈચ્છતો હતો કે નવી સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હાથે નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે થવું જોઈએ.

19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહથી અંતર રાખ્યું હતું

આ જ કારણે વિપક્ષના 19 પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહથી અંતર રાખ્યું હતું. તેમના ટ્વિટમાં, કોંગ્રેસ નેતાએ જંતર-મંતર પર ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોની એક નાની ક્લિપ પણ શેર કરી છે. ક્લિપમાં, રાહુલ ગાંધી મહિલા કુસ્તીબાજોની ધરપકડને ખોટી ઠેરવતા કહ્યું કે બેટી બચાવો ઔર બેટી પઢાવો એ નવું સૂત્ર છે... પરંતુ બેટી કોનાથી બચાવો, ભાજપથી બચાવો.

પીએમ મોદીએ સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ રવિવારે (28 મે) ના રોજ સંસદના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની સીટ પાસે ઐતિહાસિક રાજદંડ 'સેંગોલ' સ્થાપિત કર્યો હતો. સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, તે 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. વડાપ્રધાને કહ્યું કે, દેશની વિકાસયાત્રાની કેટલીક ક્ષણો અમર બની જાય છે અને આજનો દિવસ એવો જ એક દિવસ છે.

આત્મનિર્ભર ભારતનું સૂર્યોદયનું સાક્ષી બનશે સંસદ ભવન - પીએમ મોદી 
પીએમ મોદીએ કહ્યું કે - નવી સંસદ આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે. તે વિશ્વને ભારતના સંકલ્પનો સંદેશ આપે છે. તે આપણી લોકશાહીનું મંદિર છે. આ નવું સંસદ ભવન આયોજનને વાસ્તવિકતા સાથે, નીતિ સાથે બાંધકામ, ઈચ્છાશક્તિ સાથે એક્શન પાવર, રિઝૉલ્યૂશન સાથે સિદ્ધિ સાથે જોડતી મહત્વની કડી સાબિત થશે. આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે. આ નવી ઇમારત વિકસિત ભારતના સંકલ્પોની પરિપૂર્ણતા જોશે. આ નવી ઇમારત નવા અને જૂનાના સહઅસ્તિત્વ માટે પણ આદર્શ બની રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે, - આજે આ ઐતિહાસિક પ્રસંગે સંસદમાં પવિત્ર સેન્ગોલની સ્થાપના કરવામાં આવી છે. મહાન ચૌલ સામ્રાજ્ય દરમિયાન સેન્ગોલને ફરજના માર્ગ, સેવાનો માર્ગ અને રાષ્ટ્રના માર્ગનું પ્રતિક માનવામાં આવે છે. રાજાજી અને અધિનમના સંતોના માર્ગદર્શન હેઠળ આ સેન્ગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતિક બની ગયું. તેમને કહ્યું કે - જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. સંસદની આ નવી ઇમારત ભારતના વિકાસ દ્વારા વિશ્વના વિકાસની હાકલ કરશે. તેમને કહ્યું કે નવા માર્ગો પર ચાલવાથી જ નવા દાખલાઓ સર્જાય છે. આજે નવું ભારત નવા રસ્તાઓ ઘડી રહ્યું છે અને નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget