શોધખોળ કરો
Advertisement
આવતી કાલથી બેન્કિંગ અને ટેક્સ સહિત લાગુ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું પડશે અસર
લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો રંગ એકજ રાખવામાં આવશે. ઉપરાંત હવેથી ડ્રાઈવિંગ લાઈસન્સ આરસીમાં માઈક્રોચિપ સિવાય ક્યુઆર કોડ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ 1 ઓક્ટોબર 2019થી દેશભરમાં અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. જેની સામાન્ય લોકો પર સીધી અસર પડશે. બેન્કિંગ, ટ્રાન્સપોર્ટિંગ, જીએસટી રેટ, કોર્પોરેટ ટેક્સ, પ્લાસ્ટિકના ઉપયોગ સહિત અનેક વસ્તુઓ બદલાઈ જશે. ઉપરાંત રાંધણ ગેસના કિંમતમાં પણ આ જ દિવસે ફેરફાર કરવામાં આવશે. જો તમે સમયસર આ નિયમો પર ધ્યાન નહીં આપો તો તમને નુકસાન થઈ શકે છે. તો આવો જાણીએ 1 ઓક્ટોબર, 2019 ક્યા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે.
હવેથી જે સરકારી કર્મચારીએ 7 વર્ષની નોકરી પૂર્ણ કરી હશે અને તેનું મૃત્યુ થશે તો તેના પરિવાજનોને વધારામાં આવેલું પેન્શન આપવામાં આવશે.
ડ્રાઈવિંગ લાઈસન્સને લઈને પણ નિયમમાં ફેરફાર થવા જઈ હ્યા છે જેમાં નવા નિયમ અંતર્ગત હવેથી લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો રંગ એકજ રાખવામાં આવશે. ઉપરાંત હવેથી ડ્રાઈવિંગ લાઈસન્સ આરસીમાં માઈક્રોચિપ સિવાય ક્યુઆર કોડ આપવામાં આવશે. જોકે તેના માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે.
હવેથી એસબીઆઈના ક્રેડિટ કાર્ડ ધારકોને નુકસાન જવાનું છે. કારણ કે, બેંકે ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પૂરાવવા પર આપવામાં આવતું 0.75 ટકાનું કેશબેક બંધ કરવાની જાહેરાત કરી છે, હવેથી કેશબેકનો લાભ ક્રેડિત કાર્ડધારકોને મળશે નહીં.
એસબીઆઈએ માસિક સરેરાઝ જમા રકમ પર દંડની રકમમાં ઘટાડો કર્યો છે. જે અંતર્ગત બેંકે દંડની રકમમાં 80 ટકા જેટલો ઘટાડો કર્યો છે. સાથે સાથે મેટ્રો સિટીમાં ગ્રાહકોને 10 ફ્રી ટ્રાન્ઝેક્શન અને અન્ય શહેરોમાં 12 ફ્રી ટ્રાન્ઝેક્શન આપશે.
હવેથી બહાર ફરવા જવાનું સસ્તું થઈ જશે, કારણ કે 7500 રૂપિયા સુધીના ભાડા વાળા રૂમ પર જીએસટી માત્ર 12 ટકા, એક હજાર રૂપિયા સુધીના રૂમ પર કોઈ ટેક્સ નહીં લાગે. ઉપરાંત 13 સીટર પેટ્રોલ-ડિઝલ વાહનો પરનો સેસ ઘટશે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion