શોધખોળ કરો
Advertisement
નવા સ્ટિંગથી મુશ્કેલીમાં AAP, સંજય સિંહ પર દાનની રકમની ઉચાપતનો આરોપ
ચંદીગઢ/નવી દિલ્હીઃ પંજાબ વિધાસનભા ચૂંટણીમાં મોટા દાવેદાર ગણાંતા પક્ષ આમ આદમી પાર્ટીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હરદીપ કિંગરાએ પાર્ટીના પંજાબના પ્રભાવી સંજય સિંહ અને પાર્ટીના સહ પ્રભારી દુર્ગેશ પાઠક પર રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે.
હરદીપ કિંગરાએ બે આરોપ લગાવ્યા છે. પ્રથમ આરોપ એ લગાવ્યો છે કે, પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક સાથે મુલાકાત માટે પાંચ પાંચ લાખ રૂપિયા લેવામાં આવે છે. દુર્ગેશ પાઠક પંજાબમાં આમ આદમી પાર્ટીના રણનીતિકાર છે. કિંગરાએ બીજો આરોપ લગાવ્યો છે કે, માધી મેળા માટે જે રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે તેમાંથી પાંચ લાખ રૂપિયા પંજાબના પ્રભારી સંજય સિહે લીધા છે.
કિંગરાનું કહેવું છે કે, પાર્ટીની ફાઈનાન્સ કમીટીના સુરિંદર અરોરાએ છ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, જેમાંથી એક લાખ રૂપિયા તો પાર્ટી ફંડમાં જમા થયા પરંતુ પાંચ લાખ રૂપિયા સંજય સિંહે રાખી લીધા.
ABP ન્યૂઝ સાથે વાતચીતમાં સંજય સિંહે આરોપને ફગાવી દીધો હતો અને કહ્યું કે, તે બદનક્ષીનો દાવો કરશે. સુરિંદર અરોરાએ પણ આરોપને ફગાવી દીધો છે અને તેમનું કહેવું છે કે રૂપિયાનો પૂરો હિસાબ છે.
કિંગરાએ એક ઓડિયો સ્ટિંગ પણ જારી કર્યું છે. આ સ્ટિંગમાં આમ આદમી પાર્ટીના નેતા અમરીશ ત્રિખા અને પરમજીત સિંહેની વાતચીત રેકોર્ડ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ એબીપી ન્યૂઝ આ સ્ટિંગની પુષ્ટિ નથી કરતી.
વિતેલા સપ્તાહમાં આમ આદમી પાર્ટી માટે આ બીજી વખત શરમજનક ઘટના બની છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના પૂર્વ સંયોજક સુચ્ચા સિંહ છોટેપુર પણ રૂપિયા લઈને ટિકિટ વહેંચતા હોવાનો આરોપ લાગ્યો છે, ત્યાર બાદ તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. હવે આ નવું સ્ટિંગ પાર્ટી માટે બીજી મુશ્કેલી ઉભી કરી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement