(Source: ECI/ABP News/ABP Majha)
Delhi: દિલ્હી સરકારને મોટો ઝટકો, NGTએ ફટકાર્યો 900 કરોડ રૂપિયાનો દંડ
આ ત્રણ ડમ્પ સાઈટ પર લગભગ 80 ટકા કચરાનો નિકાલ થતો ન હતો.
દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે લેન્ડફિલ સાઇટમાંથી કચરાના નિકાલની સમસ્યા અને તેના કારણે વધતા પ્રદૂષણની સમસ્યા માટે દિલ્હી સરકાર પર દંડ ફટકાર્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ દિલ્હી સરકાર પર 900 કરોડનો દંડ ફટકાર્યો છે.
એનજીટીએ લેન્ડફિલ સાઇટ્સને ફરીથી શરૂ કરવા જેટલો અંદાજ લગાવી દંડ ફટકાર્યો છે. ટ્રિબ્યુનલે પ્રતિ મેટ્રિક ટન કચરા માટે 300 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે. ટ્રિબ્યુનલે રાજ્ય સરકાર પર 300 રૂપિયા પ્રતિ મેટ્રિક ટનના દરે 900 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે દિલ્હીમાં 3 લેન્ડફિલ સાઇટ્સ છે. જે ગાઝીપુર, ભલસ્વા અને ઓખલા છે. આ ત્રણ ડમ્પ સાઈટ પર લગભગ 80 ટકા કચરાનો નિકાલ થતો ન હતો.
બંનેને જવાબદાર ઠેરવ્યા
સાથે જ એનજીટીએ એમ પણ કહ્યું હતું કે આ નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન છે. એનજીટીએ કહ્યું કે, સ્વાસ્થ્યની સુરક્ષા ન કરી શકવા માટે દિલ્હી સરકારનો સ્વાસ્થ્ય વિભાગ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન બંને જવાબદાર છે.
દિલ્હી સરકાર અને એનજીટી વચ્ચે ભૂતકાળમાં પણ ઘણી વખત તકરાર થઈ ચૂકી છે. NGTએ અગાઉ પણ અનેક વખત દિલ્હી સરકારને વધતા પ્રદૂષણને લઈને ઠપકો આપ્યો છે. કેજરીવાલ સરકારની ઓડ-ઈવન ફોર્મ્યુલા હોય કે દિવાળીના ફટાકડાનો વિવાદ હોય આવા મામલામાં એનજીટીએ દિલ્હી સરકારને ઘણી વખત ઠપકો આપ્યો છે.
Punjab News: ચાલતી ટ્રેનમાં સ્ટંટ કરવા જતાં થયું મોત, રીલના ક્રેઝે લીધો જીવ, જુઓ વીડિયો
Punjab News:પંજાબના લુધિયાણામાં ટ્રેનમાં સ્ટંટ કરતી વખતે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. યુવકનો વીડિયો સામે આવ્યો છે. આ પહેલી ઘટના નથી કે જેમાં લોકોએ અમુક સેકન્ડની રીલ અને સોશિયલ મીડિયા ફેમની કિંમત ચૂકવી હોય, પરંતુ આવી ઘટનાઓ અટકી રહી નથી. આ યુવકે પણ રીલ બનાવવાના ક્રેઝમાં ચાલતી ટ્રેનમાં સ્ટંટ કર્યો અને જિંદગી ગુમાવવી પડી.
યુવક પાસેથી મોબાઈલ, આઈડી જેવી કોઈ વસ્તુ મળી આવી નથી. જેમ કે, હજુ સુધી તેની ઓળખ થઈ નથી. યુવક દિલ્હી જતી માલવા એક્સપ્રેસમાં ચડ્યો હતો.