શોધખોળ કરો
Advertisement
NGTનો આદેશ- ખરાબ હવા ગુણવત્તાવાળા શહેરોમાં ક્રિસમસ અને ન્યૂ યરના દિવસે નહીં ફોડી શકાય ફટાકડા
એનજીટીએ તમામ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે કે, તે તમામ જિલ્લાના મથકમાં એક એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન ત્રણ મહિનાની અંદર સ્થાપના કરે અને આ મોનિટરિંગ સ્ટેશન દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાને વેબસાઈટની સાથે શહેર કે નગરોમાં અલગ અલગ જગ્યાએ પણ દર્શાવાની વ્યવસ્થા કરવામાં આવે.
નવી દિલ્હી : વધી રહેલા હવા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ એકવાર ફરી પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, કોરોના કાળમાં ખરાબ હવા ગુણવત્તાવાળા શહેરો અને નગરોમાં ફટાકડાના વેચાણ થશે નહીં અને ના તો ફટાકડા ફોડી શકાશે. કોઈ પણ રાજ્ય, શહેર કે નગરમાં ફટાકડા ફોડવાની મંજૂરી એવી જગ્યાએ જ આપવામાં આવશે, જ્યાં હવાની ગુણવત્તા સારીથી લઈ મોડરેટ લેવલ સુધી હશે અને આવી જગ્યાઓ પર પણ માત્ર ગ્રીન ફટાડકડાનો જ ઉપયોગ કરી શકાશે તે પણ માત્ર બે કલાક માટે.
બુધવારે જાહેર કરેલા આદેશમાં એનજીટીએ અગાઉ આપેલા આદેશમાંજ ઉમેર્યુ કે, કોરોના મહામારી દરમિયાન દિલ્હી એનસીઆર સહિત આ શહેરોમાં તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ રહેશે જ્યાં હવાની ગુણવત્તા ખૂબજ ખરાબ છે.
એનજીટીએ પોતાના આદેશમાં એકવાર ફરી ઉલ્લેખ કર્યો છે કે, જે શહેરો અને નગરોમાં હવાના ગુણવત્તા ખરાબની શ્રેણીમાંથી સારી હશે ત્યાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ કેટલાક એક તહેવાર દરમિયાન જ અને તે પણ માત્ર બે કલાક પૂરતા જ. પોતાના અગાઉ આપેલા આદેશની જેમ એનજીટીએ એકવાર ફરી સ્પષ્ટ કરતા કહ્યું કે, ક્રિસમસ અને નવા વર્ષના દિવસે પણ ફટાકડા ફોડી શકાશે, પરંતુ તે શહેરમાં જ જ્યાં હવાની ગુણવત્તા સારી છે અને તે પણ રાતે 11:55 થી લઈને 12:30 વાગ્યા સુધી.
એનજીટીએ તમામ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે કે, તે તમામ જિલ્લાના મથકમાં એક એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન ત્રણ મહિનાની અંદર સ્થાપના કરે અને આ મોનિટરિંગ સ્ટેશન દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાને વેબસાઈટની સાથે શહેર કે નગરોમાં અલગ અલગ જગ્યાએ પણ દર્શાવાની વ્યવસ્થા કરવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement