શોધખોળ કરો
ટેરર ફંડિંગઃ લાંચના કેસમાં દોષિત ઠેરવાયા NIAના ત્રણ અધિકારી, ગૃહમંત્રાલયે કર્યા સસ્પેન્ડ
સૂત્રોના મતે એસપી વિશાલ ગર્ગ, નિશાંત સિંહ અને મિથિલેશ કુમારને સસ્પેન્ડ કરી દેવાયા છે.

નવી દિલ્હીઃટેરર ફંડિગમાં લાંચ લેવા મામલે એનઆઇએના ત્રણ અધિકારીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના મતે એસપી વિશાલ ગર્ગ, નિશાંત સિંહ અને મિથિલેશ કુમારને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અગાઉ કેસ સામે આવ્યા બાદ એનઆઇએના ત્રણેય અધિકારીઓની બદલી કરી દેવાઇ હતી. આ મામલાની તપાસ ડીઆઇજી સ્તરના અધિકારીની કમિટી કરી હતી. સૂત્રોના મતે આ કાર્યવાહી ગૃહમંત્રાલયે કરી છે. લાંચ લેવાની વાત સામે આવ્યા બાદ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા હતા. એટલું જ નહી એનઆઇએના પટણા બ્રાન્ચમાં તૈનાત ડીએસપી વિરુદ્ધ લાંચની ફરિયાદ આવી હતી જેમાં ગૃહ મંત્રાલયે તપાસ માટે એનઆઇએ ડીજીને લેટર લખ્યો હતો. સૂત્રોએ કહ્યું કે, એનઆઇએના ડીએસપી પર પટણાના એક વકીલે ધારાસભ્ય અનંત સિંહના એકે-47 મળવાના મામલાને રફેદફે કરી દેવાના બદલામાં લાંચ લેવાની ઘટના સામે આવી હતી. ગૃહમંત્રાલયે આ મામલાને ગંભીરતાથી લીધી હતી અને એનઆઇએ ડીજીને આ મામલાની તપાસના આદેશ આપ્યા હતા. એનઆઇએના ત્રણ અધિકારીઓ પર છેલ્લા મહિને આતંકી ફંડિગ મામલામાં લાંચ લેવાનો મામલો સામે આવ્યો હતો. એનઆઇએના સતાવાર પ્રવક્તા આલોક મિત્તલે એ સમયે કહ્યુ હતું કે, ત્રણેય અધિકારીઓને એનઆઇએમાંથી બહાર કરી દેવાયા છે અને ઘટનાની તપાસ ડીઆઇજી સ્તરના અધિકારીઓ કરી રહ્યા છે.
વધુ વાંચો





















