શોધખોળ કરો
Advertisement
નિર્ભયા કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દોષીઓની અરજી, બપોરે ફરીથી સુનાવણી
પવન ઉપરાંત ત્રણેય દોષીઓ વિનય, મુકેશ, અક્ષયના કાયદાકીય વિકલ્પ પહેલાથી જ પુરા થઇ ગયા છે. નિર્ભયાના દોષીઓને મંગળવારે સવારે ફાંસી પર લટકાવવાના છે
નવી દિલ્હીઃ નિર્ભયા કેસ મામલે પટિયાલા હાઉસ કોર્ટે દોષીઓ પવન અને અક્ષયની અરજી ફગાવી દીધી છે. કોર્ટ તરફથી અરજી ફગાવવાનો અર્થ સ્પષ્ટ છે કે તેમને કાલે સવારે ફાંસી પર લટકાવી દેવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે નિર્ભયાના ચાર દોષીઓમાં સામેલ પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. પવનની પાસે હવે માત્ર રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલવાનો વિકલ્પ બાકી છે.
આ કેસમાં દોષી પવનના વકીલ એપી સિંહે પટિયાલા હાઉસ કોર્ટને જણાવ્યુ કે, પવનની ક્યૂરેટિવ પિટીશન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલવામાં આવી છે. ત્યારબાદ કોર્ટે વકીલોને બપોરે ફરીથી સુનાવણી માટે બોલાવ્યા હતા.
પવને ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની વિનંતી કરી હતી. પવન ઉપરાંત ત્રણેય દોષીઓ વિનય, મુકેશ, અક્ષયના કાયદાકીય વિકલ્પ પહેલાથી જ પુરા થઇ ગયા છે. નિર્ભયાના દોષીઓને મંગળવારે સવારે ફાંસી પર લટકાવવાના છે.
નિર્ભયાના દોષીઓમાંથી હવે પવન પાસે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલવાનો વિકલ્પ છે. આવામાં જો તે આજે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી દે છે તો કાયદેસર રીતે કોર્ટે કાલે થનારી ફાંસી પર રોક લગાવવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion