શોધખોળ કરો
Advertisement
નિર્ભયાના દોષીઓએ જેલમાં કમાયા હતા 1.37 લાખ રૂપિયા, જાણો હવે તેનુ શું થશે?
આ ચારેય જેલમાં જુદાજુદા કામ કરીને 1.37 લાખ રૂપિયા કમાયા હતા હવે આ રૂપિયા તેમના પરિવારજનોને આપી દેવામાં આવશે
નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષીઓને આજે વહેલી સવાર તિહાર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા છે. આજે નિર્ભયાને પોતાનો ન્યાય મળી ગયો છે. નિર્ભયાના ચારેય દોષીએ સાત વર્ષ સુધી જેલમાં સજા ભોગવી હતી. જોકે, હવે સાત વર્ષની જેલ દરમિયાન દોષીઓએ 1.37 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તેનુ શું થશે?
સામૂહિક દુષ્કર્મ અને મર્ડર કેસના આરોપમાં ચારેય દોષીઓ સાત વર્ષની જેલ ભોગવી, ચારેય ગુનેગારો અક્ષયકુમાર, પવન ગુપ્તા, વિનય શર્મા અને મુકેશ કુમારે દિલ્હીની તિહાડ જેલમાં 1.37 લાખ રૂપિયા કમાયા હતા.
આ ચારેય જેલમાં જુદાજુદા કામ કરીને 1.37 લાખ રૂપિયા કમાયા હતા હવે આ રૂપિયા તેમના પરિવારજનોને આપી દેવામાં આવશે.
જેલ તંત્ર અનુસાર, તિહાડ જેલમાં કામ કરીને અક્ષયે 69 હજાર રૂપિયા, પવને 29 હજાર રૂપિયા, વિનયે 39 હજાર રૂપિયા કમાયા હતા, જોકે, આમાં મુકેશે કોઇ કામ કર્યુ ન હતુ. આ ચારેય દોષીઓના રૂપિયા અને કપડાં સહિતનો સામાન તેમના પરિવારજનોને આપી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement