શોધખોળ કરો
Advertisement
નિર્ભયાના દોષિત વિનય શર્માની અરજીને પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી
ટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલ વહીવટીતંત્રને નિર્ભયાના તમામ દોષિતોને મેડિકલ સારવાર આપવાનો આદેશ આપ્યો હતો.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિત વિનય શર્માની અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, તિહાડ જેલના રિપોર્ટ અનુસાર દોષિત વિનય શર્માની માનસિક સ્થિતિ સારી છે. તેને માનસિક સારવાર લેવાની જરૂર નથી. પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલ વહીવટીતંત્રને નિર્ભયાના તમામ દોષિતોને મેડિકલ સારવાર આપવાનો આદેશ આપ્યો હતો.
અરજી પર સુનાવણી દરમિયાન તિહાડ જેલ વહીવટીતંત્રએ કહ્યું કે, દોષિત વિનય શર્માએ જેલમાં પોતાના માથાને ઇજા પહોંચાડી હતી. હાથમાં પણ ઇજા પહોંચી હતી. ડોક્ટરનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેલ વહીવટીતંત્રએ કહ્યુ કે, દોષિત વિનયની તબિયત એકદમ ઠીક છે. તેની સારવાર કોર્ટના આદેશ અનુસાર થઇ છે. વિનયને કોઇ માનસિક બીમારી નથી. સુનાવણી દરમિયાન દોષિતોના વકીલ એપી સિંહે કોર્ટને કહ્યું કે તિહાડના વહીવટીતંત્રએ આ જાણકારી કેમ છૂપાવી ?Nirbhaya case: Delhi's Patiala House Court dismisses the petition of convict Vinay Sharma, seeking direction to provide high-level medical treatment to him. https://t.co/FrBON7SMAG pic.twitter.com/xtUPeaImGk
— ANI (@ANI) February 22, 2020
તિહાડ જેલના વકીલે કોર્ટમાં કહ્યું કે, વિનયના હાથમાં કોઇ ઇજા પહોંચી નથી. રેડિયોલોજિસ્ટે રિપોર્ટ તૈયાર કરી છે. દોષિતોનું દરરોજ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તિહાડ સુપ્રીટેન્ડેટની એ જવાબદારી છે કે દોષિતોનું મેડિકલ ચેકઅપ કરાવે. તમામ દોષિતોની માનસિક અને શારિરીક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.During the hearing of 2012 Delhi gang-rape case, the court observed, 'General anxiety and depression in case of a death row convict is obvious. In the case at hand, evidently, adequate medical treatment and psychological help have been provided to the condemned convict'. https://t.co/Sp9szQFGZI
— ANI (@ANI) February 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion