શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Nirbhaya Case: દોષિતોની ફાંસી ફરી એક વખત ટળી, કાલે નહીં લટકાવાય ફાંસીના માંચડે
જૂના આદેશ પ્રમાણે ચારેય આરોપીઓને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી થવાની હતી. ત્રીજી વખત કોર્ટે નિર્ભયના દોષિતોની ફાંસીની સજા પર રોક લગાવી છે.
નવી દિલ્હીઃ નિર્ભયના આરોપીઓ ફાંસી ફરી એક વખત ટળી છે. નિર્ભયા ગેંગરેપ મર્ડર કેસના ચાર આરોપમીમાંથી પવન ગુપ્તાની દયાઅરજી રાષ્ટ્રપતિ સામે પેન્ડિંગ હોવાના કારણે પટિયાલા હાઉસ કોર્ટે ચારેયને ફાંસી પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. જૂના આદેશ પ્રમાણે ચારેય આરોપીઓને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી થવાની હતી. ત્રીજી વખત કોર્ટે નિર્ભયના દોષિતોની ફાંસીની સજા પર રોક લગાવી છે.
આ પહેલાં શનિવારે દોષી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરીને 3 માર્ચે થનારી ફાંસી પર સ્ટે આપવાની માંગણી કરી હતી. તે વિશે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ આપીને 2 માર્ચ સુધી જવાબ આપવા કહ્યું હતું. 2012ની છે ઘટના દક્ષિણ દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ ચાલુ બસમાં 23 વર્ષીય વિદ્યાર્થીની નિર્ભયા સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યા બાદ તેને બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. સારવાર બાદ 29 ડિસેમ્બરે સિંગાપુરમાં માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.2012 Delhi gang-rape case: A Delhi Court has deferred the matter as the mercy petition of one of the convicts, Pawan is pending before the President of India https://t.co/rwEpu1VLWk
— ANI (@ANI) March 2, 2020
કોણ છે ચારેય દોષી મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, પવન ગુપ્તા, રામ સિંહ અને એક કિશોર આ મામલે દોષી જણાયા હતા. રાષ્ટ્રપતિ મુકેશ, વિનય અને અક્ષયના દયા અરજી ફગાવી ચુક્યા છે. રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને કિશોરને સજા પૂરી થયા બાદ મુક્ત કરી દેવાયો હતો.Asha Devi, mother of 2012 Delhi gang-rape victim: Why is the court taking so much time to execute its own order to hang the convicts? Repeated postponing of the execution shows the failure of our system. Our entire system supports criminals. pic.twitter.com/JFmU1qSU46
— ANI (@ANI) March 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion