શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નિર્ભયા કેસઃ દોષિત પવન ગુપ્તાની અરજી પર 20 જાન્યુઆરીએ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
પવને પોતાની અરજીમાં કહ્યું છે કે તે 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં થયેલી આ ઘટના સમયે સગીર હતો
નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના એક દોષિત પવન ગુપ્તા તરફથી દાખલ સ્પેશ્યલ લીવ પિટિશ પર 20 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે. પવને પોતાની અરજીમાં કહ્યું છે કે તે 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં થયેલી આ ઘટના સમયે સગીર હતો. તેણે કહ્યું કે દિલ્હી હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આ તથ્યને નજરઅંદાજ કરી છે.
પવને ગયા વર્ષે 18 ડિસેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દાવો કર્યો હતો કે ઘટના સમયે તે સગીર હતો. પવને કહ્યું કે, ઘટના બાદ હાડકાની તપાસના આધારે ઉંમર જાણવાનું પરીક્ષણ તેની સાથે કરવામાં આવ્યું નથી. એવામાં તેને તેનો લાભ મળવો જોઇએ. પોલીસ રેકોર્ડમાં પવનની ઉંમર વારદાતના સમયે 19 વર્ષ દાખલ કરી હતી.
નિર્ભયા સાથે બળાત્કારમાં સામેલ એક સગીરને ત્રણ વર્ષની સજા બાદ મુક્ત કરી દેવાયો હતો. જ્યારે અન્ય એક આરોપી રામ સિંહે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય ચાર દોષિતો મુકેશ સિંહ, અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, વિનય શર્માને જલદી ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બીજી વખત ડેથ વોરંટ જાહેર કરી તમામ દોષિતોને ફાંસી માટે એક ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.2012 Delhi gang-rape case: Supreme Court will hear on 20th Jan, the Special Leave Petition (SLP) filed by Pawan, one of the convicts, claiming that he was a juvenile at the time of crime, and the Delhi High Court had ignored this fact. pic.twitter.com/yydZKJ7rh3
— ANI (@ANI) January 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion