શોધખોળ કરો
Advertisement
નિર્ભયા ગેંગરેપના દોષિત વિનય શર્માની અરજી પર આવતીકાલે SCમાં સુનાવણી
વિનય શર્માના વકીલે રાષ્ટ્રપતિ દ્ધારા ફગાવવામાં આવેલી દયા અરજીના વિરોધમાં અરજી કરી છે.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસના દોષિત વિનય શર્માની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે એટલે કે ગુરુવારે સુનાવણી કરશે. વિનય શર્માના વકીલે રાષ્ટ્રપતિ દ્ધારા ફગાવવામાં આવેલી દયા અરજીના વિરોધમાં અરજી કરી છે.
આ અગાઉ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં ચારેય દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરંટ જાહેર કરવા માટે પીડિતાના માતાપિતા અને દિલ્હી સરકારે નીચલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટમાં બુધવારે આ મામલામાં સુનાવણી થઇ હતી. કોર્ટમાં પીડિતાની માતા રડી પડી હતી. આ અગાઉ સાત ફેબ્રુઆરીના રોજ નીચલી કોર્ટે તિહાડ જેલ વહીવટીતંત્રની અરજી ફગાવી દીધી હતી જેમાં દોષિતોએને ફાંસી આપવા માટે નવી તારીખ આપવાની માંગ કરાઇ હતી. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી દોષિતોને કાયદો જીવિત રહેવાની મંજૂરી આપે છે ત્યાં સુધી ફાંસી પર ચઢાવવા પાપ છે.Supreme Court to hear tomorrow the plea of Vinay Sharma, a convict in 2012 Delhi gang-rape case. Vinay Sharma has filed a petition in the Supreme Court against the President's decision to reject the mercy petition. pic.twitter.com/ijIv4mpgvN
— ANI (@ANI) February 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement