શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નિર્ભયા કેસઃ દોષિત મુકેશે સુપ્રીમ કોર્ટમાં દયા અરજી ફગાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો
રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવ્યા બાદ નિર્ભયાના એક દોષિત મુકેશે ફરીવાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જ્યાં તેણે રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો છે.
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ મામલામ તમામ ચાર દોષિતોને એક ફેબ્રુઆરીના રોજ તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે. આ અગાઉ દોષિતો ફાંસીથી બચવા માટે અનેક પ્રકારની યુક્તિઓ અજમા વી રહ્યા છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવ્યા બાદ નિર્ભયાના એક દોષિત મુકેશે ફરીવાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જ્યાં તેણે રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો છે.
મુકેશ પોતાની અરજીમાં કહ્યું છે કે જે ઝડપથી દયા અરજી પર નિર્ણય લેવામાં આવ્યો છે તેના પરથી લાગે છે કે રાષ્ટ્રપતિએ અરજીમાં લખેલી વાતો પર યોગ્ય રીતે વિચાર કર્યા વિના તેને ફગાવી દીધી છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિએ આ મહિનાની શરૂઆતમાં મુકેશની દયા અરજી ફગાવી દીધી હતી. આજે જ દિલ્હીની એક કોર્ટે નિર્ભયા કેસના દોષિતોની વકીલની અરજીનો નિકાલ કરતા કહ્યું કે, આ મામલે કોઇ દિશાનિર્દેશની આવશ્યકતા નથી. વકીલે આરોપ લગાવ્યો હતો કે જેલના અધિકારીઓ દસ્તાવેજ આપી રહ્યા નથી જે દયા તથા સુધારાત્મક અરજીઓ દાખલ કરવા માટે જરૂરી છે. આ મામલે દિલ્હી પોલીસના વકીલે કહ્યું કે, તિહાડ જેલના અધિકારીઓએ આ કેસના દોષિતોના વકીલ દ્ધાર માંગેલા તમામ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી દીધા છે. તેમણે દાવો કર્યો હતો કે દોષિતો ફક્ત ફાંસીમાં વિલંબ માટેની તરકીબો અજમાવી રહ્યા છે.2012 Delhi gang-rape case: Convict Mukesh Kumar Singh, has moved the Supreme Court challenging the rejection of mercy petition by President of India, says Vrinda Grover, lawyer for Mukesh Kumar Singh. pic.twitter.com/qPO6IRgL2L
— ANI (@ANI) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion