શોધખોળ કરો

Explained: નીતિશ કુમારના નામે છે મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત શપથ લેવાનો રેકોર્ડ, જાણો વિગતો

બિહારમાં રાજકીય સમીકરણ સાથે સત્તા બદલાઈ છે, પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો ફરી નીતિશ કુમાર છે.

Nitish Kumar Record of Taking Oath As CM:  બિહારમાં રાજકીય સમીકરણ સાથે સત્તા બદલાઈ છે, પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો ફરી નીતિશ કુમાર છે. નીતીશ કુમારે NDA સાથેના સંબંધો તોડી નાખ્યા અને બુધવારે 8મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશ કુમારે કેટલાક મતભેદોને કારણે ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. સાથે જ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળી નવી સરકાર બનાવી હતી. નીતીશ કુમારે બુધવારે શપથ લીધા ત્યારે તેમના નામે એક રેકોર્ડ પણ બની ગયો છે.

નીતિશ કુમાર વર્ષ 2000માં પહેલીવાર 7 દિવસ માટે બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. છેલ્લા 22 વર્ષમાં અત્યાર સુધીમાં તેમણે કુલ આઠ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

સૌથી વધુ વખત શપથ લેવાનો રેકોર્ડ નીતીશના નામે છે

નીતિશ કુમારે 10 ઓગસ્ટના રોજ રેકોર્ડ આઠમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી પણ આટલી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શક્યા નથી. સૌથી લાંબો સમય સીએમ રહેવાના મામલે નીતિશ ભલે પાછળ હોય, પરંતુ સૌથી વધુ વખત શપથ લેવાના મામલે તેઓ અનોખો રેકોર્ડ ધરાવે છે.

1. વીરભદ્ર સિંહ

હિમાચલના મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્ર સિંહ 6 વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 1983માં પહેલીવાર સીએમ બનેલા વીરભદ્ર સિંહે 1985માં બીજી વખત સીએમ તરીકે શપથ લીધા હતા. આ સિવાય વીરભદ્ર સિંહ 1993, 1998, 2003 અને 2012માં પણ સીએમ બન્યા હતા.

2. જયલલિતા

તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વર્ગીય જે. જયલલિતા પણ 6 વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 1991માં પહેલીવાર સીએમ બનેલા જયલલિતાને બીજી વખત સીએમ બનવા માટે લાંબી રાહ જોવી પડી હતી. 2001માં તેઓ બીજી વખત સીએમ બન્યા હતા. આ પછી તેઓ 2002, 2011, 2015 અને 2016માં તમિલનાડુના સીએમ રહ્યા હતા. જયલલિતા ભ્રષ્ટાચારના ઘણા મામલામાં ફસાયા હતા, તેથી તેમણે ઘણી વખત આ પદ છોડવું પડ્યું હતું.

3. પવન કુમાર ચામલિંગ

દેશના સૌથી લાંબા સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ સિક્કિમના પવન કુમાર ચામલિંગના નામે છે. ચામલિંગ સતત 5 વખત મુખ્યમંત્રી રહ્યા. તેઓ 1994માં પ્રથમ વખત સીએમ બન્યા, ત્યારબાદ તેઓ 1999, 2004, 2009 અને 2014 સુધી સતત ચૂંટણી જીતીને સીએમ બન્યા. ચામલિંગ કુલ 28 વર્ષ સુધી સીએમ હતા, જે એક રેકોર્ડ છે.

4. જ્યોતિ બસુ

ચામલિંગ પહેલા સૌથી વધુ સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુના નામે હતો. બસુ 1977 થી 2000 સુધી સતત બંગાળના મુખ્યમંત્રી રહ્યા. જો કે આ દરમિયાન તેઓ પણ માત્ર પાંચ વખત સીએમ તરીકે શપથ લઈ શક્યા હતા.

 5.ગેગોંગ અપાંગ

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ગેગોંગ અપાંગ પણ 5 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચુક્યા છે. અપાંગ 1980માં પ્રથમ વખત સીએમ બન્યા હતા. જે બાદ અપાંગ 1985, 1990 અને 1995માં સીએમ બન્યા હતા. અપાંગ 2004માં ફરી પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા હતા.

6. નવીન પટનાયક

ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી નવીન પટનાયક પણ પાંચ વખત મુખ્યમંત્રી (CM) બની ચૂક્યા છે. નીતિશની જેમ પહેલીવાર નવીન પટનાયકે વર્ષ 2000માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારથી તેઓ ઓડિશામાં મુખ્યમંત્રી રહ્યા છે.

ટોપ સ્ટોરી

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
Embed widget