(Source: ECI/ABP News/ABP Majha)
VIDEO: 'તમે આજે જ PM પદના શપથ લીધા હોત...,' નીતિશ કુમારની કઇ વાત પર ખડખડાટ હસી પડ્યા મોદી
નીતિશ કુમારે વધુમાં કહ્યું કે જેડી(યુ) ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. તે ખૂબ જ ખુશીની વાત છે કે તેઓ 10 વર્ષથી પીએમ છે
NDA Meeting: ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી શુક્રવારે (7 જૂન, 2024) ના રોજ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં સંસદ ભવનમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ભાજપના ઘટકોના નેતાઓએ મંજૂરી આપી હતી.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Bihar CM- JD(U) chief Nitish Kumar says "...'Agli baar jab aap aaiye toh kuch log jo idhar udhar jeet gaya hai, agli baar sab haarega. Humko poora bharosa hai'..." pic.twitter.com/WtZT3KrOGM
— ANI (@ANI) June 7, 2024
ટેકો આપવા માટેના અગ્રણી NDA નેતાઓમાં બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ (યુનાઇટેડ) પ્રમુખ નીતિશ કુમાર પણ રહ્યા હતા. નરેન્દ્ર મોદીના નામને લીલી ઝંડી આપતા બિહારના સીએમએ કહ્યું કે જો તેઓ (નરેન્દ્ર મોદી) આજે જ પીએમ તરીકે શપથ લીધા હોત તો સારું હોત. તેઓ તમામ દિવસે તેમની સાથે છે. JD(U) ચીફની આ વાત સાંભળીને નરેન્દ્ર મોદી સંસદભવનમાં ખડખડાટ હસી પડ્યા હતા.
નીતિશ કુમારે વિપક્ષ પર પ્રહારો કર્યા
નીતિશ કુમારે વધુમાં કહ્યું કે જેડી(યુ) ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. તે ખૂબ જ ખુશીની વાત છે કે તેઓ 10 વર્ષથી પીએમ છે અને ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે. તે તમામ દિવસોમાં તેમની સાથે રહેશે.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Bihar CM- JD(U) chief Nitish Kumar supports the proposal of naming Narendra Modi as the leader of Lok Sabha, Leader of the BJP and NDA Parliamentary Party. pic.twitter.com/3m8dT17pd0
— ANI (@ANI) June 7, 2024
નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કરતી વખતે જેડી(યુ)ના વડાએ એવી અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું કે નીતિશ કુમાર ગમે ત્યારે પલટી મારી શકે છે અને વિપક્ષના ઈન્ડિયા એલાયન્સને સમર્થન આપી શકે છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણી 2024માં 400 બેઠકોનો લક્ષ્યાંક ધરાવનાર ભાજપ એકલા હાથે બહુમતી હાંસલ કરી શક્યું નથી. તેને માત્ર 240 બેઠકો મળી હતી, જ્યારે NDAને 293 બેઠકો મળી હતી. આ બેઠકોમાં નીતિશ કુમારની JD(U)ની 12 બેઠકો અને ચંદ્રાબાબુ નાયડુની TDPની 16 બેઠકોનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે આ વખતે આ બંને પક્ષોએ કિંગમેકરની ભૂમિકા ભજવી છે.
JD(U) સાંસદોએ બિહારના સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં દિલ્હીમાં એક બેઠક યોજી હતી, જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારને તેમના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. જેડીયુની આ બેઠક સરકારની રચના અને કેન્દ્રીય કેબિનેટ સહિત વિવિધ મુદ્દાઓ પર માહિતી અને સર્વસંમતિના સંદર્ભમાં મહત્વપૂર્ણ હતી.