શોધખોળ કરો
Advertisement
છ દિવસ બાદ પણ ગુમ થયેલ એન-32 વિમાનનો કોઈ નથી પત્તો, IAFએ ઇનામની કરી જાહેરાત
વાયુ સેનાના An-32 વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. તેમાં 13 લોકો સવાર હતા.
નવી દિલ્હી: ભારતીય વાયુ સેનાના ગુમ થયેલા An-32 વિમાનની છ દિવસ બાદ પણ કોઈ જાણકારી મળી નથી. ટીમ ઈસરો સહિત વિવિધ એજન્સીઓની તકનીક અને સેંસર સાથે વિમાનથી શોધખોળના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, છતાં પણ કોઈ સફળતા હાથ લાગી નથી. ખરાબ હવામાન વચ્ચે પણ શનિવારે શોધખોળ સતત ચાલી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી છે. વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી હતી.
વાયુસેના અધિકારીઓએ જણાવ્યુ કે ધનોઆને આ અભિયાન વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી. તેના બાદ તેઓએ તે અધિકારીઓ અને વાયુ સેનાના કર્મીઓના પરિવારો સાથે મુલાકાત કરી, જે ભારતીય વાયુસેના વિમાનમાં સવાર હતા.
બીજી તરફ વાયુ સાનએ ગુમ થયેલા એન-32 વિમાન વિશે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઇસ્ટર્ન એર કમાન્ડના એર માર્શલ આરડી માથુરે જાહેરાત કરી છે કે ‘ગુમ થયેલા એરક્રાફ્ટને શોધવા માટે પૂરતી જાણકારી આપનાર વ્યક્તિ કે તેના સમૂહને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે.IAF Chief Air Chief Marshal BS Dhanoa today interacted with the families and relatives of IAF personnel who were on board the missing AN-32 transport aircraft. He assured them that all possible steps would be taken to locate the plane and personnel. (file pic) pic.twitter.com/EYtVRUIxdi
— ANI (@ANI) June 8, 2019
ઉલ્લેખનીય છે કે રસિયા દ્વારા નિર્મિત વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. જમીની નિયંત્રણ કક્ષની સાથે વિમાનનો સંપર્ક બપોરે એક વાગ્યે ટૂટી ગયો હતો. વિમાનમાં પાયલટ દળના આઠ અને પાંચ યાત્રી સહિત 13 લોકો સવાર હતા. હવે દરેક ક્ષણ સર્જિકલ સ્ટ્રાઇકના ડરમાં જીવશે પાકિસ્તાન! ભારત સ્પાઇસ બોંબ ખરીદશે, જુઓ વીડિયોWing Commander, Ratnakar Singh, Defence PRO, Shillong: Air Marshal RD Mathur, AOC-in-C, Eastern Air Command, has announced a cash award of Rs 5 lakhs for the person(s) or group who provide credible information leading to finding of the missing AN-32 transport aircraft pic.twitter.com/MbgSvxNG3T
— ANI (@ANI) June 8, 2019
છ દિવસ બાદ પણ ગુમ થયેલ એન-32 વિમાનનો કોઈ નથી પત્તો,IAFએ ઇનામની કરી જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement