શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે દેશભરમાં 31 ડીસેમ્બર સુધી સ્કૂલ કોલેજો નહીં ખોલવા લીધો નિર્ણય ? કેન્દ્રે શું કરી મોટી જાહેરાત ?
થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં સરકાર સ્કૂલ અને કોલેજ ખોલવાને લઈને સંમત થઈ શકે છે. અને પહેલી સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવામાં આવે એવી શક્યતા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે સરકારે દેશની તમામ સ્કૂલોને 31 ઓગસ્ટ સુધી બંધ રાખી છે. 31 ઓગસ્ટ બાદ પણ બંધ રાખવી કે ખોલવી તેના પર સરકારે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી. ત્યારે એક સમાચરા એજન્સીએ કેન્દ્ર સરકારને ટાંકીને પોાતના અહેવાલમાં દાવો કર્યો છે કે સ્કૂલ ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ અહેવાલ બાદ સરકારે આ અહેવાલને ખોટા ગણાવ્યા છે. સરકારની ફેક્ટ ચેકની ટીમ અનુસાર આ અહેવાલ ખોટા છે અને કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.
સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવાનો દાવો પણ ખોટો નીકળ્યો
થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં સરકાર સ્કૂલ અને કોલેજ ખોલવાને લઈને સંમત થઈ શકે છે. અને પહેલી સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવામાં આવે એવી શક્યતા છે. જોકે સરકારે એ વાતનું પણ ખંડન કરતાં કહ્યું હતું કે સ્કૂલ-કોલેજ ખોલવાની કોઈ સમયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. દેશમાં અનલોકનો આગામી તબક્કો એક સપ્ટેમ્બરથી શરૂ થશે અને ઓગસ્ટના અંતમાં ગાઇડલાઇન જારી થવાની શક્યતા છે.
સ્કૂલ-કોલેજને લઈને ભારતમાં નહીં, બલકે અમેરિકામાં પણ એક મોટો વર્ગ વિરોધમાં છે. અમેરિકામાં સોમવારે જારી થયેલા અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી અમેરિકામાં 97,000 બાળકો કોરોના સંક્રમિત છે. ત્યાર બાદ અમેરિકામાં સ્કૂલ ખોલવાનો પ્રસ્તાવ અટકાવી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પછી ભારતમાં શિક્ષણ વિભાગે વ્યૂહરચના બનાવવાની તૈયારી કરી રહ્યો છે.A news agency has reported that the Central Government has decided to not re-open schools until December.#PIBFactCheck: Government has not made any such decision.#FakeNews pic.twitter.com/az7JDcOmWn
— PIB Fact Check (@PIBFactCheck) August 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
બિઝનેસ
ક્રિકેટ
Advertisement