શોધખોળ કરો

Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી

દેશમાં આજકાલ સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ નવી રીતે લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Jio Online Fraud: દેશમાં આજકાલ સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ નવી રીતે લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ આ સ્કેમર્સ બેન્ક, પોલીસ અથવા સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરતા હતા, જેને ડિજિટલ અરેસ્ટ પણ કહેવામાં આવે છે. પરંતુ હવે તેઓ દેશની જાણીતી ટેલિકોમ કંપની Jioના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નકલી મેસેજનો ખુલાસો

સાયબર સુરક્ષા સાથે સંબંધિત સરકારી એજન્સી "સાયબર દોસ્ત" એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચેતવણી જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે Jioના નામે નકલી મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં APK ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક છે. આ ફાઇલને ડાઉનલોડ કરવાથી તમારો ફોન હેક થઈ શકે છે, જે તમારી પ્રાઈવસી અને ડેટાને જોખમમાં મૂકી શકે છે.

સાયબર દોસ્તએ ચેતવણી આપી

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "સાવધાન! જો તમને "Jio internet speed #5G network connection.apk" નામની ફાઇલ ડાઉનલોડ કરવાનો મેસેજ મળે, તો તેને ઓપન કરશો નહીં. આ ખતરનાક ફાઇલ તમારા ફોનને હેક કરી શકે છે અને તમારો ડેટા ચોરી શકે છે. સુરક્ષિત રહેવા માટે ફક્ત સત્તાવાર એપ સ્ટોરમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો.

APK ફાઇલનો ખતરો

APK ફાઇલોમાં છુપાયેલ માલવેયર તમારા ફોનમાં ડાઉનલોડ થઇ શકે છે. તે કોઈ એપ જેવું લાગતું નથી, તેથી તેને પકડવું મુશ્કેલ છે. પરંતુ તે તમારો અંગત ડેટા ચોરી શકે છે અને સ્કેમર્સને મોકલી શકે છે. આના દ્વારા તમારો ફોન હેક થઈ શકે છે.

જિયોનો દુરુપયોગ

Jio એ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક છે, જેના કરોડો યુઝર્સ છે. તે તેની ઝડપી ઇન્ટરનેટ સેવા અને સારી કનેક્ટિવિટીને કારણે દેશભરમાં લોકપ્રિય છે. સ્કેમર્સ આનો ફાયદો ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ છેતરપિંડીથી કેવી રીતે બચવું?

કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.

ફક્ત સત્તાવાર વેબસાઇટ અથવા એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.

જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તેને અવગણો અથવા તેને રિપોર્ટ કરો.

તમારા ડિવાઇસમાં સારુ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.

જો તમને કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાનો મેસેજ મળે તો તેની તપાસ કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'

Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ

Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન

Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન

ABP Premium

વિડિઓઝ

Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂUttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલોUttarayan 2025 : ઉત્તરાયણે ધીંગાણું , પતંગ ચગાવવા-લૂંટવા મામલે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તમામને તાત્કાલિક મુક્ત કરો'
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો

Magh Month 2025: આજથી પવિત્ર માઘ મહિનો શરૂ, મૌની અમાસ અને વસંત પંચમીથી લઈને આ મહિનામાં આવશે અનેક તહેવારો

Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન

Embed widget