શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કર્ણાટકઃ BJP ધારાસભ્યનું વિવાદીત નિવેદન- લઘુમતિઓએ મને મત આપ્યો નથી, સુવિધાઓ ઘટાડીશ
યેદિયુરપ્પાના રાજકીય સચિવ રેણુકાચાર્યએ કહ્યું કે, મારો એજન્ડા ભગવાકરણનો છે અને હું મારી વિધાનસભાને ભગવામય બનાવવા માંગું છું.
નવી દિલ્હીઃ કર્ણાટક ભાજપ નેતા અને ધારાસભ્ય એમપી રેણુકાચાર્યએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. કર્ણાટકની હોન્નાલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, લઘુમતીઓએ મને ચૂંટણીમાં મત આપ્યા નથી. એટલા માટે તેમને મળનારી સુવિધાઓમાં ઘટાડો કરવામાં આવશે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ રેણુકાચાર્યએ કહ્યું કે, મારો એજન્ડા ભગવાકરણનો છે અને હું મારી વિધાનસભાને ભગવામય બનાવવા માંગું છું. લઘુમતીઓએ મને ચૂંટણીમાં મત આપ્યા નથી અને મને પુરી આશા છે કે તે મને આગળ પણ મત નહી આપે એટલા માટે મારી વિધાનસભામાં લઘુમતિઓને મળનારી સુવિધાઓમાં ઘટાડો કરવામાં આવશે.
પોતાના વિધાનસભામાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, અહીના લઘુમતીઓએ 2018ની ચૂંટણીમાં મને મત આપ્યો નથી અને મને વિશ્વાસ છે કે હું ભવિષ્યમાં મને મત નહી આપે. એટલા માટે હું એ સ્થળોને ઓળખવા માંગુ છું કે જ્યાં તેઓ રહે છે તેઓને હું હોન્નાલીમાં આપવામાં આવેલી સુવિધાઓમાં ઘટાડો કરીશ. મારો એજન્ડા ભવિષ્યમાં મારા વિધાનસભા ક્ષેત્રને ભગવાકરણ કરવાનું છે. હું મુસ્લિમો પાસેથી મત માંગતો નથી.
આ મામલે કોગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માટે નરેન્દ્ર મોદી પાકિસ્તાનનું નામ લઇ રહ્યા છે તેવી જ રીતે કર્ણાટકમાં ભાજપના નેતાઓ દિલ્હીના નેતાઓનું અનુકરણ કરી રહ્યા છે એટલા માટે તેઓ આવુ બોલી રહ્યા છે. આ પ્રકારના નિવેદનથી સાંપ્રદાયિક તણાવ થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion