શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોલકાતા જવા અમદાવાદ સહિત આ શહેરોમાંથી નહીં મળે ફ્લાઇટ, 6 થી 19 જુલાઈ સુધી લગાવી રોક
પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,488 પર પહોંચી છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. જેને રોકવા મુખ્યમંત્રી મમતા બેનર્જી શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેમણે દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, ચેન્નઈ અને અમદાવાદથી કોલકાતા માટે 6 થી 19 જુલાઈ, 2020 કે આગામી આદેશ સુધી કોઈ ફ્લાઇટ નહીં ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે.
કોલકાતા એરપોર્ટના ડાયરેક્ટરન જણાવ્યા મુજબ, કોરોના વાયરસને જોતાં પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર આ ફેંસલો લેવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ સ્થિતિમાં અહીંથી આવતા લોકોથી સંક્રમણનો ખતરો વધી શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,488 પર પહોંચી છે. મૃત્યુઆંક 717 થયો છે. 13,571 લોકો સાજા થઈ ગયા છે અને 6200 એક્ટિવ કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીના સર્વોચ્ચ 22,771 મામલા નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6,48,315 પર પહોંચી છે. 18,655 લોકોના મોત થયા છે, જેમાંથી 3,94,227 લોકો સાજા થઈ ગયા છે અને 2,35,433 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion