શોધખોળ કરો
Advertisement
સમગ્ર દેશમાં લોકોએ ડ્રાઈવિંગ લાયસન્સ અને RCમાં અપડેટ કરવી પડશે આ વિગતો, જાણો શું છે પ્રોસેસ
એક જ મોબાઈલ નંબર પર તમે એક કરતા વધારે વાહન રજિસ્ટર કરાવી શકો છો.
નવી દિલ્હીઃ દેશમાં નવો મોટર વ્હીગલ એક્ટમ લાગુ થઈ ગયો છે. ગુજરાતમાં પણ કેટલાક સુધારા સાથે 16 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. નવા નિયમને લઈને લોકોમાં ડરનો માહોલ છે. નવા નિયમ હેઠળ દેશના તમામ વાહન ચાલકોએ ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકને પોતાના મોબાઈલ નંબર સાથે લિંગ કરાવવા પડશે. દિલ્હી અને ગુજરાત માટે તો ફરજિયાત લાગુ થઈ ગયું છે અને દેશના અન્ય ભાગમાં પણ તેને ધીરે ધીરે લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે એક જ મોબાઈલ નંબર પર તમે એક કરતા વધારે વાહન રજિસ્ટર કરાવી શકો છો. જોકે વધુમાં વધુ પાંચ જ વાહન રજિસ્ટર કરાવી શકાશે. અન્ય રાજ્યોમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા વાહનોના રજિસ્ટ્રેશન અને ડ્રાઈવિંગ લાયસન્સમાં આરટીઓ દ્વારા જ મોબાઈલ નંબર લિંક કરવામાં આવી રહ્યા છે. જુના વાહન અથવા ડ્રાઈવિંગ લાયસન્સ ધારકોએ ખુદ અથવા ઓનલાઈન અથવા આરટીઓ કાર્યાલય જઈ મોબાઈલ નંબર અપડેટ કરાવવો પડશે.
ઓનલાઈન લિંક કરવા માટે કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાલયના પોર્ટલ, https://parivahan.gov.in/parivahan/ પર લોગ ઈન આઈડી બનાવવું પડશે, ત્યારબાદ (Vehicle Registration Related Services) પર ક્લિક કરી તમે પોતાના વાહનના રજીસ્ટ્રેશનમાં મોબાઈલ નંબરને સામેલ કરી શકો છો. અહીં તમારે રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર અને ચેસિસ નંબર આપવો પડશે. આજ રીતે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધી સેવાઓ (Driving License Related Services) પર ક્લિક કરી પોતાના ડ્રાઈવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો.
કેન્દ્ર સરકારનો પ્રયત્ન છે કે, વાહન ચાલકોને પરિવહન વિભાગ સંબંધી તમામ સેવાઓ ઓનલાઈન આપવામાં આવે. આનાથી વાહન ચાલકોનો સમય પણ બચશે અને ભ્રષ્ટાચાર ઓછો કરવામાં પણ મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement