અમૂલની આઇસ્ક્રીમમાંથી નીકળ્યો કાનખજૂરો, કંપની વિરુદ્ધ થશે કેસ
Noida: અમૂલે સોમવારે મહિલા ગ્રાહક પાસેથી આઈસ્ક્રીમ ટબ પરત કરવા જણાવ્યું હતું. કંપનીનું કહેવું છે કે અમે આ ટબની તપાસ કરીશું.
Noida: અમૂલ કંપનીએ ડિલિવરી એપથી મંગાવેલા આઈસ્ક્રીમમાં સેન્ટીપેડ મળી આવવાના મુદ્દે કાર્યવાહી કરી છે. અમૂલે સોમવારે મહિલા ગ્રાહક પાસેથી આઈસ્ક્રીમ ટબ પરત કરવા જણાવ્યું હતું. કંપનીનું કહેવું છે કે અમે આ ટબની તપાસ કરીશું. મહિલાએ દાવો કર્યો હતો કે તેને આઇસ્ક્રીમ ટબમાંથી કાનખજૂરો મળી આવ્યો હતો.
Issued in Public Interest by Amul pic.twitter.com/cTlhEGVq2l
— Amul.coop (@Amul_Coop) June 17, 2024
નોઇડામાં એક મહિલાએ ઇન્સ્ટન્ટ ડિલિવરી એપ્લિકેશન દ્વારા ઓર્ડર કરેલા આઈસ્ક્રીમ ટબની અંદર સેન્ટિપીડ્સ મળી હોવાનો દાવો કર્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ બાબતે તપાસ શરૂ કરી છે.
મામલાની માહિતી મળતાની સાથે જ ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટની ટીમ સેક્ટર-22 સ્થિત ડિલિવરી એપ સ્ટોર પર પહોંચી હતી અને તમામ આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈસ્ક્રીમના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવશે. વિભાગે એમ પણ કહ્યું છે કે આઈસ્ક્રીમ બનાવતી કંપની અને ડિલિવરી એપ સામે કેસ નોંધવામાં આવશે.
સેક્ટર-12ની રહેવાસી દીપા દેવીએ બાળકો માટે મેંગો શેક બનાવવા માટે ઈન્સ્ટન્ટ ડિલિવરી એપ પરથી આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. આઈસ્ક્રીમનું ઢાંકણું ખોલ્યું. તેમાં એક કાનખજૂરો ચાલતો જોવા મળ્યો. તેણે એપના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી હતી.
પોતાની ભૂલ સ્વીકારીને કંપનીએ આઈસ્ક્રીમના પૈસા પરત કરી દીધા. મામલાની માહિતી મળતાં જ ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ પણ સેક્ટર-12 પહોંચી હતી. પીડિતાની ફરિયાદના આધારે તેઓ સેક્ટર-22 સ્થિત એપ સ્ટોર પર પહોંચ્યા અને આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો.ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર અક્ષય ગોયલે કહ્યું કે આ મામલે ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પુણેમાં આઇસ્ક્રીમમાંથી મળી આવી હતી માણસની આંગળી
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પુણેમાં યમ્મો આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી મળી આવતા FSSAI પશ્ચિમ ક્ષેત્રની ઓફિસે પુણેની એક આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. મલાડ પશ્ચિમમાં એક 26 વર્ષીય ડૉક્ટરે આરોપ લગાવ્યો હતો કે બુધવારે તેને આઈસ્ક્રીમ કોનમાં માણસની આંગળી નીકળી હતી.
FSSAI એ ANIને જણાવ્યું હતું કે, "FSSAI ની પશ્ચિમ ક્ષેત્રની ઓફિસની એક ટીમે આઈસ્ક્રીમ ઉત્પાદકના પરિસરનું નિરીક્ષણ કર્યું છે અને તેનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે." જો કે આ કેસમાં ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવવાનો બાકી છે. FSSAIએ વધુમાં જણાવ્યું હતું કે આઈસ્ક્રીમની ડિલિવરી કરનાર આઈસ્ક્રીમ ઉત્પાદક પૂણેના ઈન્દાપુર સ્થિત છે અને તેની પાસે કેન્દ્રીય લાયસન્સ પણ છે. FSSAI ટીમે વધુ તપાસ માટે ફેક્ટરી પરિસરમાંથી સેમ્પલ એકત્ર કર્યા છે.
શું છે સમગ્ર કેસ?
મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટર દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમની અંદરથી માણસની આંગળીનો ટુકડો મળી આવ્યો હતો. આ જોઈને ડોક્ટર ડરી ગયા અને મલાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈસ્ક્રીમ બ્રાન્ડ યુમ્મો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.