Elvish Yadav News: Boss OTT 2 વિનર એલ્વિશ યાદવની ધરપકડ,જાણો ક્યા મામલે કરવામાં આવી કાર્યવાહી
Elvish Yadav Rave Party Case: નોઈડા પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ કરી છે, સાપના ઝેર સપ્લાય કેસમાં એલ્વિશ યાદવની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન નોઈડા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.
Elvish Yadav Rave Party Case: નોઈડા પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ કરી છે, સાપના ઝેર સપ્લાય કેસમાં એલ્વિશ યાદવની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન નોઈડા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. પોલીસે એલ્વિશ માટે સવાલો તૈયાર કર્યા હતા, પોલીસ ગુપ્ત જગ્યાએ એલ્વિશ યાદવની પૂછપરછ કરી રહી છે.
Noida Police arrests YouTuber and Bigg Boss OTT 2 winner Elvish Yadav. He will be presented in the Court today: DCP Noida Vidya Sagar Mishra
— ANI (@ANI) March 17, 2024
Further details awaited.
(file pic) pic.twitter.com/ZVxh7rM5rK
ડીસીપી નોઈડા વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું કે નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં પાર્ટીઓમાં મનોરંજન માટે સાપનું ઝેર આપવા બદલ એલ્વિશ યાદવની સાથે અન્ય પાંચ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ અંગે પશુ કલ્યાણ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં અગાઉ એલ્વિશ યાદવની પણ પૂછપરછ કરી હતી અને કેસની તપાસ ચાલી રહી હતી.
પોલીસે આ કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ પણ કરી હતી, જેમાં આરોપીઓએ માહિતી આપી હતી કે એલ્વિશ યાદવની પાર્ટીઓમાં બદરપુરથી સાપ લાવવામાં આવ્યા હતા. આરોપી રાહુલે પોલીસને જણાવ્યું છે કે તે રેવ પાર્ટીઓમાં સાપ અને ઝેરની વ્યવસ્થા કરતો હતો, માંગણી મુજબ તે સાપને ચાર્મર, ટ્રેનર અને અન્ય વસ્તુઓ આપતો હતો. તે તેને દિલ્હીના બદરપુર નજીકના એક ગામમાંથી લાવતો હતો, જે સાપનો ગઢ માનવામાં આવે છે.
શું છે મામલો?
8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલામાં એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળી આવ્યું હતું.
એલવિશે ખુલાસામાં શું કહ્યું?
આ મામલો સામે આવ્યા બાદ એલ્વિશે ઈન્સ્ટા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું- હું સવારે જાગ્યો ત્યારે મેં મીડિયામાં સમાચાર જોયા કે એલ્વિશ યાદવ ડ્રગ્સના ધંધામાં સામેલ છે. તેની ધરપકડ કરવામાં આવી છે. ચાલો હું તમને મારી વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી વિશે કહું, આ બધી ખોટી વાત છે અને આ મામલે મારે કોઈ લેવા દેવા નથી.