Covid : કોરોનાની રસીથી થતા મોતને લઈ કેન્દ્રએ હાથ ઉંચા કર્યા, સુપ્રીમમાં આપ્યો જવાબ
કેન્દ્ર સરકારે બે લોકોની અરજી પર આ એફિડેવિટ દાખલ કરી છે. બંનેએ કોવિડની રસી લીધા બાદ તેમની દિકરીઓના મૃત્યુ નિપજ્યાનો દાવો કર્યો હતો. આ છોકરીઓ 2021માં મૃત્યુ પામી હતી.
Supreme Court: કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની આડ અસર બદલ વળતરની માંગણી કરતી અરજીનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે, વેક્સીન કંપની દ્વારા બનાવવામાં આવી હતી. સરકારે જરૂરી તપાસ કરાવી. જો કોઈ કિસ્સામાં કોઈને રસીથી નુકસાન થયું હોય તો તે ફાર્માસ્યુટિકલ કંપની અથવા હોસ્પિટલ સામે સિવિલ કાર્યવાહી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી સીધું સરકાર પાસેથી વળતરની માંગ કરવી યોગ્ય કહી શકાય નહીં. કેન્દ્ર સરકારે બે લોકોની અરજી પર આ એફિડેવિટ દાખલ કરી છે. બંનેએ કોવિડની રસી લીધા બાદ તેમની દિકરીઓના મૃત્યુ નિપજ્યાનો દાવો કર્યો હતો. આ છોકરીઓ 2021માં મૃત્યુ પામી હતી.
કેન્દ્ર સરકારે શું કહ્યું?
કેન્દ્ર સરકારે કહ્યું હતું છે કે, કોવિડ રસીને મંજૂરી આપતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. લોકોને રસી વિશે જાગરૂક કરવામાં આવ્યા હતા પરંતુ રસીકરણ કરાવવું કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવ્યું ન હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે, દુનિયાભરમાં વિવિધ રસીની કેટલીક આડઅસર જોવા મળી છે. પરંતુ રસીને લીધે મૃત્યુ એ ખૂબ જ દુર્લભ કેસ કહેવાય છે.
જે બે કેસનો હવાલો આપી પિટિશન કરવામાં આવી હતી તેમાંથી એકમાં દવાથી રિએક્શન થયું હોવાની વાત કરવામાં આવી હતી, જ્યારે અન્ય કેસમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ પ્રકારના કિસ્સાઓમાં પીડિત વ્યક્તિ પાસે સિવિલ કોર્ટમાં જવાનો વિકલ્પ હોય છે. કોર્ટ હકીકત તપાસ્યા બાદ વળતરનો આદેશ આપતી હોય છે.
તો રસી અંગે અવિશ્વાસ ઉભો થશે
સોગંદનામામાં સરકારે કોવિડ રસીની નવેસરથી સ્વતંત્ર તપાસની માંગનો પણ વિરોધ કર્યો છે. કેન્દ્રએ કહ્યું હતું કે, કોવિડ રસીકરણથી કરોડો લોકોને ફાયદો થયો છે. પરંતુ આ પ્રકારની તપાસથી રસીકરણ કાર્યક્રમ અંગે દેશના લોકોમાં અવિશ્વાસ ફેલાશે.
Explained: પ્રોફેસરે ખીચો ખીચ ભરેલા ક્લાસરૂમમાં વિદ્યાર્થીને કહ્યો આતંકી 'કસાબ', થઈ જોવા જેવી
કર્ણાટકના ઉડુપીમાં MITના પ્રોફેસરે કથિત રીતે વિદ્યાર્થીને આતંકવાદી કસાબના નામથી બોલાવ્યો હતો. વિદ્યાર્થીએ પ્રોફેસરના કથિત વાંધાજનક વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીએ વિરોધ કર્યો તો પ્રોફેસરે બાકીના વિદ્યાર્થીઓની સામે 'સોરી' કહ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લગભગ 45 સેકન્ડના વિડિયોની શરૂઆત વિદ્યાર્થીદ્વારા વિરોધ કવાના ભાગથી થાય છે. વીડિયોમાં 'કસાબ' નામ સંભળાતું નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર જ્યારે વિદ્યાર્થીએ તેનું નામ પૂછ્યું તો શિક્ષકે કહ્યું, "ઓહ, તમે કસાબ જેવા છો".