શોધખોળ કરો
ઉત્તર કોરિયાએ ફરીથી કર્યું બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ

સોલ: દક્ષિણ કોરિયાઈ સેનાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ કોરિયાઈ પ્રાયદ્ધીયના પૂર્વી સમુદ્રી ભાગમાં એક સબમરિનની મદદથી બેલાસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યું અને એવું પ્રતીત થાય છે કે આ પરીક્ષણ પોતાના પ્રારંભિક ચરણમાંજ અસફળ થઈ ગયું હતું. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટૉકના એક નિવેદનમાં કહ્યું હતું કે, મિસાઈલના પ્રક્ષેપણ પૂર્વી કોરિયાઈ પ્રાયદ્ધીપમાં સ્થાનિક સમયનુસાર સવારે 11.30 વાગે કર્યું હતું. તેમને કહ્યું હતું કે, એવું લાગે છે કે સબમરિનની મદદથી એક બેલાસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું, જે અસફળ રહ્યું હતું. ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર વિકસિત કરવાની કોશિશ કરી રહ્યું છે. જેના પર સંયુક્ત રાષ્ટ્રોએ અમુક પ્રતિબંધ લગાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો પ્રમાણે ઉત્તર કોરિયા કોઈ પણ પ્રકારની બેલાસ્ટિક મિસાઈલ ટેકનિકનો ઉપયોગ કરી શકે તેમ નથી. અગાઉ પણ ઉત્તર કોરિયાએ એપ્રિલમાં સબમરિનની મદદથી એક બેલાસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યું હતું. જેને પોતાની એક મોટી સફળતા ગણાવી હતી.
વધુ વાંચો





















