શોધખોળ કરો
Advertisement
દરેક નાગરિકને નહીં મળે કોરોનાની રસી, જાતે જ સાવધાન રહેવું પડશે, સરકારે કર્યો મોટો ખુલાસો
જો આપણે જોખમ વાળા લોકોને વેક્સીન આપવામાં સફળ થઈશું તો સંક્રમણની ચેઈનને તોડી શકીશું.
દેશ-દુનિયામાં હાલ તમામ લોકો કોરોનાની વેક્સિનના આગમનની રાહ જોઈ રહ્યા છે. એવામાં કેંદ્રીય આરોગ્ય વિભાગ તરફથી મહત્વની સ્પષ્ટતા કરવામા આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કહ્યું કે, દેશમાં વેક્સિન આવ્યા બાદ તમામ લોકોનું વેક્સિનેશન નહીં કરાય. ફક્ત ક્રિટીકલ લોકોને જ વેક્સિન આપવામાં આવશે. મર્યાદિત લોકોના વેક્સિનેશન બાદ પણ કોરોનાની ચેઈન તોડવા માટે આરોગ્ય વિભાગે માસ્કને અનિવાર્ય ગણાવ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની નિયમીત પ્રેસ કોન્ફરન્સમાં ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવવે કહ્યુ હતું કે, હું એ સ્પષ્ટ કરવા માગુ છુ કે, સરકારે ક્યારેય એવું નથી કહ્યુ કે, દેશના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય કોરોનાની ચેઈનને તોડવાનો છે. જો આપણે જોખમ વાળા લોકોને વેક્સીન આપવામાં સફળ થઈશું તો સંક્રમણની ચેઈનને તોડી શકીશું. ત્યારે આવા સમયે દેશના દરેક નાગરિકને રસી આપવાની જરૂર રહેશે નહીં.
ઓક્સફોર્ડ રસીના ટ્રાયલમાં ભાગ લેનાર તમિલનાડુના વ્યક્તિની કથિત રીતે સાઈડ ઇફેક્ટની વાતને સરકારે ફગાવી દીધી છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યુ હતું કે, તેનાથી ટાઈમલાઈન પ્રભાવિત થશે નહીં. હવે જો ક્લિનકલ ટ્રાયલ ચાલુ થશે તો, વોલિંટિયર તેમાં ભાગ લે છે. તેઓ પહેલાથી જ સહમતી પત્ર પર સહી કરી દીધી છે. સમગ્ર દુનિયામાં આવુ જ થાય છે. ફોર્મમાં વોલન્ટિયરને બતાવામાં આવ્યુ છે કે, ટ્રાયલમાં કંઈ પણ થઈ શકે છે.#WATCH "Govt has never spoken about vaccinating the entire country," says Health Secretary Rajesh Bhushan "If we're able to vaccinate critical mass of people & break virus transmission, then we may not have to vaccinate the entire population," ICMR DG Dr Balram Bhargava added. https://t.co/HKbssjATjH pic.twitter.com/egEB1TAiC9
— ANI (@ANI) December 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement