શોધખોળ કરો
Advertisement
પુલવામા નહીં પરંતુ આ કારણે UNએ મસૂદ અઝહરને જાહેર કર્યો ગ્લોબલ આતંકી, જાણો વિગત
ભારત મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે 10 વર્ષથી પ્રયત્ન કરતું હતું. આ માટેના પૂરવા પણ આપ્યા હતા.
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને બુધવારે સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ આતંકી જાહેર કર્યો હતો. જે ભારતની એક મોટી કૂટનીતિ જીત છે. પરંતુ રોચક વાત એ છે કે જે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે કોશિશ કરી તેનો યુએનના ફેંસલામાં ઉલ્લેખ જ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે 10 વર્ષથી પ્રયત્ન કરતું હતું. આ માટેના પૂરવા પણ આપ્યા હતા. તાજેતરમાં પુલવામાં આતંકી હુમલો થયો હતો. વૈશ્વિક આતંકી જાહેર કરવાની કાર્યવાહી માત્ર કોઇ હુમલા અંગે જાણકારી આપવાથી નહીં પરંતુ તમામ પૂરાવા આપ્યા બાદ થઈ છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, અમે મસૂદ અઝહરનો બાયોડેટા તૈયાર નહોતા કરતા, જેમાં તેના દ્વારા કરવામાં આવેલા દરેક આતંકી હુમલાનો ઉલ્લેખ હતો. અમારો હેતુ તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો હતો અને તેમાં સફળ થયા છીએ.
પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જે પ્રસ્તાવ આપ્યો હતો તેમાં પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ હતો. જેમાં ચીને પુલવામા પર વાંધો ઉઠાવ્યો હતો. ચીન વીટો પાવર વાપરીને દર વખતે રોડા નાંખતું હતું. પરંતુ આ વખતે ચીને નરમ વલણ અપનાવીને વીટો પાવર ન વાપર્યો, જેનો શ્રેય અમેરિકા, બ્રિટન અને ફાંસને જાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, આ એક કૂટનીતિક અને તમામે કરેલો પ્રયત્ન હતો. જેમાં અમે સફળ થયા છીએ. અમે 2009ની પ્રયત્ન કરતા હતા અને હવે તેમાં સફળતા મળી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તો ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું કે , પાકિસ્તાન અઝહર પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તાત્કાલિક લાગુ કરશે. તેમણે આને ભારતની કૂટનીતિક જીત માનવાથી ઈન્કાર કરી દીધો હતો. ભારતની મોટી કૂટનીતિક સફળતા, UNએ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી કર્યો જાહેર મસૂદ અઝહરને UN દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયોUS Secy of State: Congrats to US Mission to the UN for their work in negotiating JeM's Masood Azhar's UN designation as a terrorist.This long-awaited action is a victory for American diplomacy& the int'l community against terrorism, & an important step towards peace in South Asia pic.twitter.com/lfADsqGuR2
— ANI (@ANI) May 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement