Special Train: હવે ફેસ્ટિવ હોલિડેમાં ટ્રાવેલ કરવામાં નહિ પડે મુશ્કેલી, આ સ્પેશિયલ ટ્રેન દોડશે
Special Train: તહેવારોની સિઝનની શરૂઆત પહેલા જ રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. રેલવેએ ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા, દિવાળી અને છઠ માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.
Special Trains for Festive Season: ભારતમાંજન્માષ્ટમીથી ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઇ ગઇ છે. તહેવારો દરમિયાન, લોકો મોટી સંખ્યામાં તેમના શહેરોમાં જાય છે. જેના કારણે ટ્રેનોમાં રિઝર્વેશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને, રેલવેએ ગણેશ ચતુર્થી ((Ganesh Chaturthi 2024)), દુર્ગા પૂજા ((Durga Puja 2024), દિવાળી (Diwali 2024), છઠ પૂજા (chhath Pooja 2024) માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.
દક્ષિણ રેલવેએ શુક્રવારે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, દુર્ગા પૂજા, દિવાળી અને છઠ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ઘણી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. તેનાથી લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવાનું સરળ બનશે. દક્ષિણ રેલવેએ કહ્યું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. મુસાફરો આ માટે રિઝર્વેશન પણ કરાવી શકે છે.
આ સ્પેશિયલ ટ્રેનોનું થશે સંચાલન
- MGR ચેન્નાઈ સેન્ટ્રલ-સંતરાગાછી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન. ટ્રેન નંબર 06089 ચેન્નાઈથી ઉપડશે અને સંતરાગાચી જશે. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર ચાલશે. આ ટ્રેન સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે કુલ 13 વખત દોડશે. જ્યારે ડાઉન ટ્રેન નંબર 06090 અઠવાડિયામાં એકવાર બંને સ્ટેશનો વચ્ચે દોડશે.
- તાંબરમ-સંતરાગાછી-તાંબરમ વચ્ચે પણ વિશેષ ટ્રેન. આ ટ્રેન 06095/06096 સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે અઠવાડિયામાં એકવાર ચલાવવામાં આવશે. અપ ટ્રેન ગુરુવારે અને ડાઉન ટ્રેન શુક્રવારે ચલાવવામાં આવશે.
દુર્ગા પૂજા વિશેષ ટ્રેન
રેલવેએ પટના અને પુરી વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 08439 પુરી અને પટના વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેન 5 ઓક્ટોબરથી 23 નવેમ્બર વચ્ચે ચાલશે. ટ્રેન નંબર 08440 દર રવિવારે પટનાથી પુરી જશે. આ ટ્રેન 6 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંને સ્ટેશનો વચ્ચે દોડશે.
ગણેશ પૂજા માટે 342 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે માહિતી આપી હતી કે, ગણેશ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ખાસ વ્યવસ્થા કરી છે. ગણેશ પૂજા દરમિયાન દર વર્ષે લાખો લોકો મુંબઈ અને કોંકણ વચ્ચે પ્રવાસ કરે છે. આવી સ્થિતિમાં, આ લોકોને કન્ફર્મ ટિકિટ આપવા માટે, રેલ્વેએ 342 પૂજા વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પીટીઆઈના સમાચાર મુજબ, આ તમામ વિશેષ ટ્રેનો 7 સપ્ટેમ્બરથી ચલાવવામાં આવશે. તેમાંથી કોંકણ રેલવે 7 સ્પેશિયલ ટ્રેનો ચલાવવા જઈ રહી છે.