શોધખોળ કરો
Advertisement
ડ્રાઇવિંગ લાયસંસ બનાવવું થયું સરળ, માત્ર આ એક જ ડોક્યુમેંટની પડશે જરૂર
હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા વધારે ડોક્યુમેંટની જરૂર નથી પડતી, માત્ર આધારકાર્ડ દ્વારા ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકાય છે.
ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે પહેલા અનેક ચક્કર કાપવા પડતા હતા. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં સંશોધન બાદ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું હવે સરળ થઈ ગયું છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા વધારે ડોક્યુમેંટની જરૂર નથી પડતી, માત્ર આધારકાર્ડ દ્વારા ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકાય છે. આધાર કાર્ડના માધ્યમથી તમે ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સ, લાયસન્સ રિન્યુ, રજિસ્ટ્રેશન જેવી સર્વિસ લઈ શકો છો.
ગાડીના પેપર્સ દરેક વખતે સાથે રાખવાની જરૂર નથી
ગત વર્ષે ઓક્ટોબરમાં બનાવવામાં આવેલા નવા નિયમ મુજબ હવે તમારે ગાડીમાં પેપર્સ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન ડોક્યુમેંટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ જેવા ડોક્યુમેંટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે, હવે તમે ટ્રાફિક પોલીસને ડિજિટલ કોપી પણ બતાવી શકો છો.
પોર્ટલ પર સુરક્ષિત રાખી શકાશે દસ્તાવેજ
તમે વાહન સાથે સંકળાયેલા દસ્તાવેજ સરકારી પોર્ટલ પર રાખી શકો છો અને ડોક્યુમેંટની ડિજિટલ કોપી બતાવીને તમારું કામ કરી શકો છો. નવા નિયમ મુજબ હવે ગાડીના કાગળ સાથે રાથવાની જરૂર નથી. સરકારના જણાવ્યા મુજબ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇ ચલણ સહિત વાહન સાથે જોડાયેલા ડોક્યુમેંટને મેંટેન રાખી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement