શોધખોળ કરો
Advertisement
NRC પર રાજ્યસભામાં અમિત શાહે કહ્યુ- આખા દેશમાં લાગુ કરીશું કોઇને ડરવાની જરૂર નથી
તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે એનઆરસી મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવ થયાની આશંકાને ફગાવી દીધી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને આખા દેશમાં લાગુ કરાશે. તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.
Home Minister Amit Shah in Rajya Sabha: NRC has no such provision which says that no other religion will be taken under NRC. All citizens of India irrespective of religion will figure in the NRC list. The NRC is different from Citizenship Amendment Bill https://t.co/vYMnH9SKQL
— ANI (@ANI) November 20, 2019 તેમણે કહ્યું કે, એનઆરસીમાં ધર્મ વિશેષના આધાર પર ભેદભાવ નહી થાય. એનઆરસીમાં આ પ્રકારની કોઇ જોગવાઇઓ નથી જેના આધાર પર કહેવામાં આવે કે અન્ય ધર્મના લોકોને તેમાં સામેલ કરવામાં આવી રહ્યા નથી. તમામ નાગરિક ભલે તેમનો ધર્મ કોઇ પણ હોય. એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે. એનઆરસી અલગ પ્રક્રિયા છે અને નાગરિકતા સંસોધન બિલ અલગ પ્રક્રિયા છે. આ સાથે તેમણે કહ્યું કે, એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે જેથી ભારતના તમામ નાગરિક એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકશે. નોંધનીય છે કે સૈયદ નાસિર હુસેને રાજ્યસભામા કોલકત્તામાં અમિત શાહે આપેલા નિવેદનના આધાર પર સવાલ પૂછ્યો હતો. કોગ્રેસ સાંસદે કહ્યુ કે, હું ફક્ત હોમ મિનિસ્ટર પાસેથી જાણવા માંગું છું કે તમે કોલકત્તામાં કહ્યુ હતં કે, કેટલાક પાંચ-છ ધર્મના લોકોનું નામ લીધું હતું અને મુસલમાનનું નામ લીધું નહોતું. તમે કહ્યુ હતું કે, આ તમામ ધર્મના લોકોને નાગરિકતા મળશે પછી ભલે તે ગેરકાયદેસર રીતે રહેતા હોય. આ કારણે મુસલમાનોની અંદર અસુરક્ષાની ભાવના આવી ગઇ છે.વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement