કોરોનાથી મરનારના પરિવારને ઓડિશા સરકાર 50,000 રૂપિયાની આર્થિક મદદ આપશે, રાજ્ય સરાકરે કરી જાહેરાત
મંગળવારે જ આની જાહેરાત કરતા ઓડિશા સરકારે કહ્યું કે રાજ્ય સરકાર કોવિડ -19 ના કારણે જીવ ગુમાવનારાઓના પરિવારોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.
ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાઈરસે ઘણા લોકોના જીવ લીધા છે. આ વાયરસની અસર ધીમે ધીમે ઓછી થતી જણાય છે. પરંતુ જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારોનું દુઃખ હજુ ઓછું થયું નથી. કોરોનાથી જીવ ગુમાવનારાઓના પરિવારોને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે મોટી જાહેરાત કરી છે. ઓડિશાની નવીન પટનાયક સરકારે કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.
સરકાર 50 હજારની આર્થિક સહાય આપશે
મંગળવારે જ આની જાહેરાત કરતા ઓડિશા સરકારે કહ્યું કે રાજ્ય સરકાર કોવિડ -19 ના કારણે જીવ ગુમાવનારાઓના પરિવારોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડિરેક્ટોરેટ (DMET) ના વડા પ્રોફેસર સીબીકે મોહંતીએ આની જાહેરાત કરતા કહ્યું કે ઓડિશા સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવા માટે ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બહાર પાડશે. આ નાણાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) માંથી ચૂકવવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,187 લોકોના કોરોનાથી મોત થયા છે.
આત્મહત્યા અને અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મદદ
મોહંતીએ કહ્યું કે કોવિડ -19 ના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારો સિવાય, આ જીવલેણ રોગથી પીડિત દર્દીઓના પરિવારો, આત્મહત્યા કરીને જીવ ગુમાવનારા અને અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવાર પણ નાણાકીય સહાય માટે હકદાર છે.
મૃતક વ્યક્તિના સંબંધીઓને દસ્તાવેજો રજૂ કરવાના રહેશે
કોવિડ -19થી મૃત્યુ પામેલા વ્યક્તિના સંબંધીઓએ રાજ્ય દ્વારા આપવામાં આવેલી નાણાકીય સહાય મેળવવા માટે રાજ્ય સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા ફોર્મ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. આ દસ્તાવેજોમાં એ પણ બતાવવું પડશે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું તે કોવિડ -19 થી મૃત્યુ પામ્યો છે.
કોવિડ -19 ને કારણે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ભંડોળ આપવામાં આવશે.