શોધખોળ કરો

Odisha Minister Attack : ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસનું હોસ્પિટલમાં નિધન

ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસ પર રવિવારે બપોરે ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર પાસે એક ASIએ ફાયરિંગ કર્યું હતું.

ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસ પર રવિવારે બપોરે ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર પાસે એક ASIએ ફાયરિંગ કર્યું હતું. સ્વાસ્થ્ય મંત્રીની છાતીમાં 4-5 ગોળીઓ લાગી હતી. ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસનું હોસ્પિટલમાં નિધન થયું છે. તેમને ગંભીર હાલતમાં એરલિફ્ટ કરી ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા.  ફાયરિંગ કરના ASI ગોપાલદાસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી હુમલાનું કારણ સામે આવ્યું નથી.

CID-ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ પર ફાયરિંગના કેસમાં તપાસ હાથ ધરી છે. સાત સભ્યોની વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે, જેમાં સાયબર નિષ્ણાતો, બેલેસ્ટિક નિષ્ણાતો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમનું નેતૃત્વ ડીએસપી રમેશ ચ ડોરા કરી રહ્યા છે. 

ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબા કિશોર દાસને રવિવારના રોજ એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ (ASI) દ્વારા જ ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતાં.  મંત્રી દાસને છાતીમાં ગોળી લાગી હતી.  હુમલો કરનાર પોલીસકર્મીની ઓળખ એએસઆઈ ગોપાલ દાસ તરીકે થઈ છે. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ગોપાલ દાસની પત્ની જયંતિ દાસે મોટો દાવો કર્યો છે.

ગોપાલ દાસની પત્ની જયંતિ દાસનો દાવો છે કે, તે માનસિક રીતે અસ્થિર હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તેણે કહ્યું હતું કે, મને ખબર નથી કે તેની સાથે શું થયું? મને સમાચાર દ્વારા ઘટનાની જાણ થઈ હતી. તેણે રાત્રે 11:00 વાગ્યે અમારી પુત્રીને વિડિયો કૉલ કર્યો હતો. ત્યાર બાદ અચાનક કૉલ ડિસ્કનેક્ટ કરી દીધો અને કહ્યું હતું કે, મારે જવું પડશે. કારણ કે કોઈનો ફોન આવ્યો હતો.

ગોપાલદાસની પત્નીએ બીજું શું કહ્યું?

આરોપી એએસઆઈની પત્નીએ કહ્યું હતું કે, તે દવાઓ લેતો હતો અને સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરતો હતો. તેણે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. તે ચાર-પાંચ મહિના પહેલા તેના વતન ગામડેથી પરત આવ્યો હતો.

ઓરિસ્સા  પોલીસે શું કહ્યું?

ASI આજની ઘટનાની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે તૈનાત હતો અને જ્યારે તેણે ગોળી ચલાવી ત્યારે તે મંત્રીની નજીક હતો. બ્રજરાજનગરના SDPO ગુપ્તેશ્વર ભોઈએ જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (ASI) ગોપાલ દાસે મંત્રી નબા કિશોર દાસ પર ગોળીબાર કર્યો હતો. મંત્રી ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ASI ગોપાલ દાસે પોતાની રિવોલ્વર વડે મંત્રી નબ કિશોર દાસ પર ગોળીબાર કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Embed widget